Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧ જૂનથી મોદી સરકાર લાવી રહી છે વર્ચ્યુઅલ આઈડી

આધાર-ડેટા લીક થયાના સમાચારો વચ્ચે યુઆઈડીએઆઈ દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુઆઈડીએઆઈએ વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે કેટલીય સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર આપવો નહીં પડે. આધારના મિસ યુઝના સમાચારો આવ્યા બાદ સરકારે પણ આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. આ બધું આધારની સેફ્ટીને મજબૂત કરવા માટે છે. શું આપને ખબર છે કે આધાર વર્ચ્યુઅલ આઈડી ખરેખર શું છે? તેનાથી શો ફાયદો થશે ? સામાન્ય પ્રજા તેનો ઉપયોગ કઈ રીતે કરી શકશે અને કેવી રીતે નવો આઈડી જનરેટ થશે ? આ બધા પ્રશ્નોના જવાબ આપતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આધાર કઈ રીતે અલગ પડશે?આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે તે ૧૬ આંકડાનો બનેલો હશે. તેને આધારનું ક્લોન કહીએ તો ખોટું ગણાશે નહીં. તેમાં કેટલીક જ વિગતો હશે. યુઆઈડીએઆઈ દરેક આધારને એક આધાર વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો તમારે ક્યાંય આધારની ડિટેઈલ આપવાની હોય તો તમે ૧૨ આંકડાના આધારના સ્થાને ૧૬ આંકડાનો આધાર વર્ચ્યુઅલ આઈડી આપી શકશો. આધાર વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા ૧ જૂનથી ફરજિયાત થઈ જશે.

Related posts

કોરોનાની દવાઓને જીએસટીમાંથી રાહત આપો, સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર

editor

सूर्य ग्रहण 2020 : सूतक के चलते आज बंद किए जाएंगे उत्तराखंड के चारों धाम

editor

गणतंत्र दिवस पर किसानों की ट्रैक्टर रैली पर हम नहीं देंगे आदेश : SC

editor

Leave a Comment

UA-96247877-1