Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વોશિંગ્ટનમાં સ્પીડ ટ્રેન પાટા પરથી ખસી જતાં ૬ના મોત, ૧૦૦થી વધુ ઘાયલ

અમેરિકાના વોશિંગ્ટન પ્રાંતના ડ્યૂ પોન્ટમાં એક ટ્રેન પાટા પરથી ઊતરી પડતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. ઓવરપાસ પરથી પસાર થઇ રહેલ એમટ્રેક ટ્રેન પાટા પરથી નીચે ઊતરી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.  અધિકારીઓએ જણાવ્યું હતું કે એમટ્રેક પ્રવાસી ટ્રેન પોતાની પ્રથમ યાત્રાએ હતી. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ટ્રેનનો એક ભાગ બ્રિજ પરથી પડીને નીચે હાઇવે પર ગબડી પડ્યો હતો.પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં કેટલાય લોકોનાં મોત થયાંની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૧૦૦થી વધુ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘાયલ થયેલા પ્રવાસીઓમાંથી કેટલાય લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.વોશિંગ્ટનમાં સીએટલથી લગભગ ૬૪ કિ.મી. દૂર આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે ૮-૦૦ કલાકે ઘટી હતી. ટ્રેનના ડબાઓ ઓવરપાસ પરથી નીચેે ગબડતી વખતે હાઇવે પર પસાર થઇ રહેલી કેટલીયે ગાડીઓ તેની ઝપટમાં આવી ગઇ હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.સ્થાનિક શેરીફ કાર્યાલયના પ્રવક્તા એડ ટ્રોયરે જણાવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઊતરી જવાના કારણે કેટલાય લોકોનાં મોત થયાં છે, જોકે તેમણે મૃતકોની સંખ્યા જણાવી નહોતી. ટ્રેન પાટા પરથી નીચે ઊતરી ગયા બાદ કેટલાય પ્રવાસીઓને ટ્રેનની બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.સીએટલથી પોર્ટલેન્ડ જતી પ૦૧ નંબરની આ એમટ્રેક ટ્રેનના ડબા ઓવરબ્રિજ પરથી નીચે ગબડતાં તેની ઝપટમાં નીચે હાઇવે પરથી પસાર થઇ રહેલ કે બે ટ્રક સહિત સાત વાહન આવી જતાં દુર્ઘટના ઘણી ભીષણ હતી અને નીચે ઝપટમાં આવેલાં વાહનોમાં મોજૂદ લોકોની હાલત અંગે હજુ કોઇ સમાચાર મળતા નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનના તમામ ડબાની તલાશી લેવામાં આવી હતી. તેમણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને નકારી કાઢી હતી. રેલવે યાત્રી ક્રિસ ક્રોન્સે જણાવ્યું હતું કે તે જે ડબામાં સવાર હતો તે ડબો નીચે લટકી ગયો હતો અને ટ્રેનના ઉપરના છાપરા પરથી પાણી પણ અંદર ઘૂસી ગયું હતું. અમે ઇમર્જન્સી વિન્ડો તોડીને બહાર આવ્યા હતા.

Related posts

બ્રિટનના સુરક્ષા દળોએ હિન્દુ સમુદાય સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

aapnugujarat

मेक्सिको में कोरोना से 45 हजार से अधिक लोगों की मौत

editor

વિદેશી મીડિયામાં ચંદ્રયાન-૨ની જય જય કાર, તમામે એક સાથે ઈસરોની કરી પ્રશંસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1