Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનના સુરક્ષા દળોએ હિન્દુ સમુદાય સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

બ્રિટનના સુરક્ષા દળોના કર્મચારીઓએ હિન્દુ સમુદાય સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. યુકે આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્કે આ માટે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
લંડનમાં સંરક્ષણ મંત્રાલયમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ ઉપરાંત ન્યૂકેસલ, સ્વિનડન, લિવરપુલ અને લંડનના મંદિરોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. બ્રિટનના સંરક્ષણપ્રધાન અર્લ હોવેએ જણાવ્યું હતું કે અમે એક બીજાને રંગબેરંગી રાખડીઓ બાંધી હતી. આ એક વિશિષ્ટ અવસર હતો. આ અવસર આપણને મહાન હિન્દુ સમુદાય અને શસ્ત્ર દળોની સાથે જોડવાના બહુમુખી સંબંધોની યાદ અપાવે છે.આપણી જ સુરક્ષા માટે આપણે જરૂરી એકતા કેળવવી જોઈએ અને એવા લોકો વિશે વાતો કરી જોઈએ કે જે સહિષ્ણુતા, નિષ્પક્ષતા અને ગરિમામાં વિશ્વાસ ધરાવે છે. લંડનમાં આવેલા સંરક્ષણ મંત્રાલયમાં સુરક્ષા દળો, સંરક્ષણ મંત્રાલય અને કર્મચારીઓએ રાખડીઓ બાંધી હતી.હિન્દુ કાઉન્સિલ યુકે અને હિન્દુ ફોરમ ઓફ બ્રિટન સહિતના વિવિધ સંગઠનોએ સાથે મળી રક્ષાબંધંનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ પીપલ લેફ. જનરલ રિચર્ડ નુગી પણ ઉપસ્થિત રહ્યા હતાં.સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હિન્દુઓએ સમયે સમયે બ્રિટનની સુરક્ષામાં ફાળો આપ્યો છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોણા બે લાખ હિન્દુઓને વિદેશમાં તૈનાત કરાયા હતાં. બીજા વિશ્વ યુદ્ધમાં ૧૨.૫ લાખ હિન્દુઓએ વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related posts

तजाकिस्तान में भूकंप के झटके

editor

पाक के पेशावर में वीजा कार्यालय खोलेगा चीन: याओ जिंग

aapnugujarat

स्वीडन ने सुरक्षा के लिहाज़ से 5G के लिए हुवावेई पर प्रतिबंध लगा दिया

editor

Leave a Comment

UA-96247877-1