Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિદેશી મીડિયામાં ચંદ્રયાન-૨ની જય જય કાર, તમામે એક સાથે ઈસરોની કરી પ્રશંસા

ઈસરોએ સોમવારે ચંદ્રયાન-૨ને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધું છે. ભારતનું ચંદ્રયાન -૨ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ૨૩ દિવસ સુધી રહેશે અને ત્યારબાદ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન ૬થી ૭ સપ્ટેમ્બર વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટી પર ઉતરશે.ચંદ્રયાન-૨ મિશનના લોન્ચિંગની ૧૫ મિનિટ ખૂબ મહત્વની હતી પરંતુ ચંદ્રયાને આ મહત્વના પડાવને સફળતા પૂર્વક પૂર્ણ કર્યો. ઈસરોના વૈજ્ઞાનિકો લોન્ચિંગની ૧૬ મિનિટ બાદ ચંદ્રયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં સફળ રહ્યા. આને ઈસરોની મોટી સફળતા માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોના આ મિશનને લોન્ચ થતાં જોયું અને ચંદ્રયાન-૨ની તસવીર શેર કરીને આને મોટી સિદ્ધિ ગણાવી.
આ સફળતા માટે અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ પણ ઈસરોને શુભકામના આપી. નાસાએ ટ્‌વીટ કરીને કહ્યું, ’ચંદ્રયાન-૨ની સફળતાપૂર્વક લોન્ચિંગ માટે ઈસરોને શુભેચ્છા. તમારા આ મિશનમાં અમે અમારા ડીપ સ્પેસ નેટવર્કથી મદદ કરીને ગર્વ અનુભવીએ છીંએ. અમે આશા રાખીએ છીએ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ અંગે તમને જે નવી માહિતી પ્રાપ્ત થશે તે જગ્યાએ આવનારા થોડા વર્ષોમાં અમે અમારા અર્ટેમિસ મિશનમાં અંતરિક્ષયાત્રીઓને મોકલીશું.’
નાસાના શુભેચ્છા સંદેશ બાદ દુનિયાભરના મીડિયામાં ચંદ્રયાન-૨ છવાઈ ગયું.
વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ,ચંદ્ર પર મનુષ્યએ પગ રાખ્યો તેના ૫૦ વર્ષ થયા એવા સમયે ચંદ્રયાન-૨ પોતાના મિશન માટે રવાના થયું. અમેરિકાનું પ્રથમ માનવયુક્ત મિશન અપોલા-૧૧, ૨૦ જુલાઇ ૧૯૬૯ના રોજ ચંદ્ર પર ઉતર્યું હતું. સમાચારપત્રએ કહ્યું કે, ભારતએ ૨૦૨૨ સુધી અંતરિક્ષમાં માનવયુક્ત મિશન મોકલવાની જાહેરાત કરી છે. ભારતની ઓછા બજેટ વાળી અને સ્વદેશ નિર્મિત અંતરિક્ષ તકનીકે રાષ્ટ્રીય સન્માન અને આકાંક્ષાઓમાં વધારો કર્યો છે.
ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું કે, લોન્ચિંગ બાદ ચંદ્રયાન મિશન વ્યવસ્થિત રીતે આગળ વધ્યું તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ૨૦૦,૦૦૦ માઇલથી વધારે દૂર ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-૨ ચંદ્રના રહસ્યમય દક્ષિણી ધ્રુવ પર ઉતરશે અને ટેસ્ટ કરશે. ચંદ્રના આ ભાગમાં દુનિયાનું કોઈ પણ ચંદ્ર મિશન હજુ સુધી પહોંચ્યું નથી.
સીએનએનએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ મિશન ભારત માટે ઘણું મહત્વપૂર્ણ છે. ભારત અંતરિક્ષમાં એક મોટી તાકાત બનવા માગે છે. આ ક્રમમા ભારત ૨૦૨૨ સુધી અંતરિક્ષમાં માનવયુક્ત મિશન મોકલવાની તૈયારીમાં છે.
બ્રિટનના સમાચારપત્ર ગાર્ડિયને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટીમાં લેન્ડિંગ કરનાર દુનિયાનું પ્રથમ મિશન બની જશે. આ દરમિયાન ચંદ્રયાન-૨ ચંદ્રની બનાવટ અને એની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપશે. સમાચાર પત્રએ કહ્યું કે, ચંદ્રની સપાટી પર ભારત પ્રથમ વખત લેન્ડિંગ કરશે. અત્યારસુધી આ સિદ્ધિ માત્ર રશિયા, અમેરિકા અને ચીનના નામે છે.
બીબીસીએ કહ્યું કે. ભારતીય અંતરિક્ષ એજન્સીનું આ અત્યારસુધીનું સૌથી અઘરૂ મિશન છે. ચંદ્રયાન-૨ના સફળતાપૂર્વક લોન્ચિંગની થોડી મિનિટ બાદ ઈસરો કંન્ટ્રોલ રૂમમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું.ચીનની સરકારી ન્યુઝ એજન્સી સિન્હુઆએ ચંદ્રયાન-૨નું લોન્ચિંગ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયાઓને વ્યાપક કવરેજ આપ્યું.

Related posts

બ્રિટનમાં મહિલા છીંક ખાતા ૧૨ વર્ષથી નાકમાં ફસાયેલી વીંટી બહાર નીકળી..!!

aapnugujarat

ટાઈમ મેગેઝિને ઝેલેનસ્કી, પુતિન, અદાણીને પોતાના લિસ્ટમાં સામેલ કર્યા

aapnugujarat

पाकिस्तानी आर्मी-सरकार के खिलाफ पोक में प्रदर्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1