Aapnu Gujarat
ગુજરાત

યોજનાઓ માટે ફરજીયાત આધારકાર્ડ : ખેડૂતોમાં રોષ, સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂતો દ્વારા રાજ્યપાલને રજુઆત

એક તરફ આધારકાર્ડના મામલે હજુ સુઘી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાછતાં વિવિધ સરકારી યોજનામાં ફરજીયાત૫ણે માગવામાં આવી રહેલા આધારકાર્ડને લઇને ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂતો દ્વારા આ મામલે રાજ્યપાલને આવેદન ૫ત્ર પાઠવીને રજુઆત કરાઇ છે.રાજ્યમાં વિવિધ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો પાસે આધાર કાર્ડ ફરજીયાત માગવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આધાર કાર્ડને ફરજિયાત કરવુ કે નહી તે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. તેમ છતા ખેડૂતો પાસે આધારકાર્ડ માગવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહેલા સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂત અને વેપારીઓએ રાજ્યપાલને આવેદન પાઠવી રજૂઆત કરી છે. આવેદન બાદ વેપારીઓનું કહેવુ છે કે સરકાર આ મામલે કોઈ નક્કર પગલા ભરે અથવા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે એક ગેજેટ બહાર પાડી ખેડૂતોની મૂશ્કેલી દૂર કરવી જોઇએ.

Related posts

હિંમતનગરના દુર્ગા બજાર કોમ્પ્લેક્સના પાછળ ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

ગણેશજી રાષ્‍ટ્રીય એકતાના દેવ છે અને સમાજને-રાષ્‍ટ્રને જોડવાની પ્રેરણા આપે છે : મુખ્‍યમંત્રીશ્રી

aapnugujarat

ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું કરાયુ આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1