Aapnu Gujarat
Uncategorized

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસનાં બે પાટીદાર ઉમેદવારો વચ્ચે મુકાબલો

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપનું છેલ્લી બે ટર્મથી શાસન રહ્યું છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલને રિપિટ કર્યા છે. તો કોંગ્રેસે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે પાટીદાર ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે.ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે દિનેશ ચોવટિયાને ટિકિટ આપી છે.
૨૦૧૨માં ભાજપના ગોવિંદ પટેલ ૫૦ હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા. પરંતુ આ વખતે ગોવિંદ પટેલ માટે વિભાજીત થયેલા વિસ્તાર પડકારજનક બની શકે છે. તો કોંગ્રેસે જ્ઞાતિ ગણતરીના સમિકરણને ધ્યાનમાં રાખી દિનેશ ચોવટિયાને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર જ્ઞાતિ સમિકરણ પર નજર કરીએ તો. અહી પણ લેઉવા પટેલ અને કોળી પટેલ મતદારોનો દબદબો છે. ત્યારબાદ બ્રાહ્મણ અને ભરવાડ, રાજપુત મતદાતાઓનો નંબર આવે છે. રાજકોટની દક્ષિણ બેઠક શહેરની મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ફેલાયેલી છે. રાજકોટ દક્ષિણ મત વિસ્તારમાં પાણી સહિત ખરાબ રસ્તા અને ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રાસી ગયાં છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવુ છે કે, ધારાસભ્ય માત્ર પોતાના કાર્યકરો અને સમર્થકોનું જ સાંભળે છે. ત્યારે આ રોષ ભાજપને કેટલો નડે છે તે જોવુ રહ્યુ.

Related posts

हार्ट अटैक की वजह से ‘काबिल’ एक्टर नरेन्द्र झा का निधन हुआ

aapnugujarat

પાણી મુદ્દે સત્યાગ્રહ કરવા હાર્દિક પટેલની ચેતવણી

aapnugujarat

કાલુપુર રેલ્વે સ્ટેશન ન્યૂયોર્કના હડસન હાઇલાઇન ની ડિઝાઇનમાં વિકસાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1