Aapnu Gujarat
Uncategorized

વંથલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ મહીનાથી નાસતા ફરતા વેરાવળના બે આરોપીઓને પકડી પાડલી ગીર સોમનાથ એસ.ઓ.જી.

આગામી વિધાનસભા ચુંટણી-૨૦૧૭ અન્વયે ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા  હિતેશ જોયસર દ્વારા જીલ્લામાં સઘન પેટ્રોલીંગ ફરવા સુચના થયેલ હોય જેના અનુસંધાને તા.૨૩/૧૧/૨૦૧૭ ના ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ. જે.વી.ધોળા તથા સ્ટાફના એ.એસ.આઇ. પી.પી.રામાણી તથા હેઙકોન્સ. નરવણસિંહ ગોહીલ, ચિમન સોંદરવા, કેતન જાદવ, ગોવિંદ રાઠોડ વિગેરે વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે વંથલી પોલીસ સ્ટેશન જી. જુનાગઢ ના ગુન્હા રજી નંબર ૫૦૮૮/૨૦૧૭ પ્રોહીબીશન એકટ કલમ ૬૬બી,૬૫એ.ઇ.,૧૧૬(૨)બી, વિગેરે ગુનામાં છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા આરોપીઓ (૧) સલીમ ઉર્ફે હાંડુ હાજીભાઇ મીરજા તથા (૨) રહેમાન ઉર્ફે પુનાવાળો મહમદભાઇ ઉર્ફે ગનીભાઇ મોરી રહે. બંને વેરાવળ વાળાઓ વિરૂધ્ધમાં વંથલી કોર્ટે સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ પણ જારી કરેલ હોય જેથી બંને આરોપીઓને તા.૨૩/૧૧/૨૦૧૭ ના વેરાવળ, સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી વંથલી પોલીસને બંને આરોપીઓનો કબ્જો સોંપી આપવા જાણ કરવામાં આવેલ છે. આમ પેટ્રોલીંગ દરમ્યમાન એસ.ઓ.જી. પોલીસને બે નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે.

Related posts

સુરેન્દ્રનગરમાં રસીકરણનો બીજો તબક્કો શરુ

editor

જીતુ વાઘાણી સાથે સમાધાન સંકટમાં : રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનું નિવેદન

aapnugujarat

સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1