Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એશિયામાં ૪૪.૮ અબજ ડોલર સાથે અંબાણી પરિવાર ટોપ પર

૪૪.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના અંબાણી પરિવાર સૌથી અમીર પરિવાર છે. ફોર્બ્સની યાદી જારી કરવામાં આવ્યા બાદ મુકેશ અંબાણીના પરિવારની સંપત્તિ ૧૯ અબજ ડોલર વધીને હવે ૪૪.૮ અબજ ડોલર થઇ ગઇ છે. આની સાથે જ સેમસંગના સામ્રાજ્યનો અંત આવ્યો છે. સેમસંગના લીને પાછળ છોડીને આ પરિવાર નંબર વન ઉપર છે. એશિયામાં ટોપટેન સૌથી અમીર ભારતીય પરિવારમાં અંબાણી એકમાત્ર પરિવાર છે. બીજા ક્રમે ફેંકાયા હોવા છતાં કોરિયાના લી પરિવારની સંપત્તિ એશિયામાં હજુ પણ વધી છે. તેમની સંપત્તિમાં ૧૧.૨ અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે તેમની સંપત્તિ ૪૦.૮ અબજ ડોલર થઇ ગઇ છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં છેલ્લા વર્ષમાં ૭૫ ટકાનો વધારો થયો છે. એશિયાના ૫૦ સૌથી અમીર પરિવારોની વાત કરવામાં આવે તો હોંગકોંગના કોક પરિવાર રિયલ એસ્ટેટમાં પ્રભુત્વ ધરાવે છે. તેની સંપત્તિ ૪૦.૪ અબજ ડોલરની આસપાસ છે. થાઈલેન્ડના સેવરનોન્ટ પરિવાર ચોથા સ્થાને છે. તેની સંપત્તિ ૩૬.૬ અબજ ડોલરની છે. જો કે, ફોર્બ્સની યાદીમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતના અંબાણીની સંપત્તિમાં ડોલર અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે વધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. રિફાઈનિંગ માર્જિનમાં સુધારો થયો છે. સાથે સાથે તેના ટેલિકોમ આર્મ રિલાયન્સ જીઓના સિમમાં ઉલ્લેખનીય નામ જોવા મળ્યું છે. ૨૦૧૬માં તેની શરૂઆત થયા બાદથી ૧૪૦ મિલિયન ગ્રાહકો નોંધાઈ ચુક્યા છે. ફોર્બ્સ દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ભારત ૧૮ પરિવારો સાથે ત્રીજી વખત સૌથી આગળ છે. યાદીમાં અન્ય જે પરિવાર સૌથી વધુ સંપત્તિમાં સામેલ છે તેમાં પ્રેમજી પરિવાર, હિન્દુજા પરિવાર, મિત્તલ પરિવાર, મિસ્ત્રી પરિવાર, બિરલા પરિવાર, ગોદરેજ પરિવાર, બજાજ પરિવાર, જિંદાલ પરિવાર, શ્રીસિમેન્ટના બાંગર પરિવારનો સમાવેશ થાય છે. ડીએલએફના કૌશલપાલસિંહના પરિવાર ૪૪માં સ્થાને છે. કેડિલા પર વર્ચસ્વ ધરાવનાર પટેલ પરિવાર ૬ અબજ ડોલર સાથે ૪૫માં સ્થાને છે. પિરામલ પરિવાર ૪૭માં સ્થાને છે. એકંદરે આ ક્લબમાં ૫૦ પરિવારોની સંયુક્ત સંપત્તિ ૬૯૯ અબજ ડોલર છે જે ગયા વર્ષ કરતા ૨૦૦ અબજ ડોલર વધુ છે. ગુજરાતના કેડિલાની પણ એન્ટ્રી થઇ છે. પરિવાર પરિવાર છ અબડ ડોલર સાથે સમગ્ર યાદીમાં ૪૫માં ક્રમાંક ઉપર છે. તેની ચર્ચા આજે રહી હતી.

Related posts

तमिलनाडु-केरल में ओखी का कहर : भारी नुकसान हुआ

aapnugujarat

કતારમાં ૬૫૦૦૦૦ ભારતીય નાગરિકો ફસાતાં ચિંતાનું મોજુ

aapnugujarat

पत्रकार की गिरफ़्तारी पर राहुल का तंज- योगी सरकार का रवैया पूरी तरह से बेवकूफाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1