Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોનમર્ગ, રાજૌરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા : પારો ગગડ્યો

જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પારો માઇનસ ત્રણ ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ હિમવર્ષા બાદ હવે દેશના અન્ય ભાગોમાં ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે કાશ્મીરમાં ૧૮મી નવેમ્બર સુધી છુટોછવાયો વરસાદ પડવાની અને ઉંચાણવાળા વિસ્તારમાં હિમવર્ષા થવાની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ અને રાજૌરીમાં હિમવર્ષા થઇ છે જેથી પારો માઇનસ ત્રણ સુધી પહોંચી ગયો છે. આના કારણે ઉત્તર ભારતના અન્ય ભાગોમાં તાપમાન ઉપર અસર થશે. સોનમર્ગમાં ત્રણ ઇંચ સુધી હિમવર્ષા થઇ છે. રાજૌરીમાં પીરપંજાલ પહાડીઓમાં હિમવર્ષા થઇ છે જેથી ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. જમ્મુ પ્રદેશમાં વરસાદ પણ થયો છે. કાશ્મીર ખીણના મુગલ રોડ ઉપર ભારે વરસાદના કારણે બરફની ચાદર છવાઈ ગઈ છે. ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ છે. ૧૮મી નવેમ્બર સુધી હિમવર્ષા થવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે. લોકો એકાએક ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. તાપમાનમાં માઇનસમાં પહોંચી ગયું છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાઈમેટના કહેવા મુજબ હરિયાણા અનેદિલ્હીમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આની સીધી અસર ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળશે. નવેમ્બર મહિનામાં ૧૫ દિવસથી ઉપર થઇ ગયા હોવા છતાં વધુ ઠંડીનો અનુભવ હજુ જોવા મળી રહ્યો નથી. અલબત્ત રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનો ચમકારો વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં પણ સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

Related posts

ફેમિલી પ્લાનિંગને કારણે હિંદુઓ ઘટ્યા : પ્રજ્ઞા ઠાકુર

editor

‘ઉરી’માં સૈન્યના સર્ચ ઓપરેશનમાં ૩ આતંકી ઠાર

editor

अब दिउरी आदिवासी पुजारियों को भी मानदेय मिलेगा : सीएम रघुवर दास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1