Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંગ્લોરમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ : ૫ના મોત

બેંગ્લોરમાં છેલ્લા ૧૧૫નો સૌથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. શનિવારના દિવસે જ બેંગ્લોરમાં વાર્ષિક વરસાદનો આંકડો વધીને ૧૬૧૫.૨ મીમી સુધી પહોંચી ગયો હતો જે હજુ સુધીનો સૌથી મોટો આંકડો નોંધાયો છે. અગાઉ ૨૦૦૫માં પણ ઉલ્લેખનીય વરસાદ થયો હતો. ભારતીય હવાનમાનના કહેવા મુજબ ૧૧૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ બેંગ્લોરમાં વાર્ષિકરીતે થઇ ગયો છે. બીજી બાજુ આજે રવિવારના દિવસે દક્ષિણ ભારતમાં અન્ય કેટલાક ભાગો અને બેંગ્લોરમાં વરસાદ જારી રહ્યો હતો. વરસાદ સંબંધિત જુદી જુદી ઘટનાઓમાં કેટલાક લોકોના મોત પણ થયા છે. બેંગ્લોર શહેરમાં વરસાદ સંબંધિત ઘટનામાં પાંચના મોત થયા છે. મુખ્યમંત્રી દ્વારા બેંગ્લોરના જુદા જુદા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો તરફ ધ્યાન આપવા માટે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક ધારાસભ્યોને સૂચના આપી ચુક્યા છે. રસ્તાઓ ઉપર મોટા ખાડા પડી ગયા છે જેના લીધે પણ અકસ્માતો થઇ રહ્યા છે. બેંગ્લોરમાં મોતના બનાવ જુદા જુદા વિસ્તારોમાં નોંધાયા છે. બીજી બાજુ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટક સરકાર પાસેથી વરસાદને લઇને ઉદાસીનતા રાખવા બદલ રિપોર્ટની માંગ કરી છે. છેલ્લા બે મહિનાથી બેંગ્લોરમાં સતત વરસાદ થઇ રહ્યો છે જે ૨૦૧૭માં સૌથી વધુ વરસાદનો આંકડો નોંધાઈ ચુક્યો છે. હૈદરાબાદ, મૈસુર અને આસપાસના વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. આઈએમડીના ડિરેક્ટર રમેશ બાબુએ કહ્યું છે કે, શુક્રવારના દિવસે ભારે વરસાદના કારણ ેજનજીવન ખોરવાઈ ગયું હતું. જાણકાર લોકોનું કહેવું છે કે, ક્લાઇમેટચેંજની બદલાઈ રહેલી સ્થિતિ પણ આના માટે જવાબદાર છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભાજપના રાજ્યપ્રમુખ યેદીયુરપ્પા, કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા અને એક લાખના વળતરની જાહેરાત કરી હતી.

Related posts

સરકાર બંધારણમાંથી ‘ઈન્ડિયા’ નામ હટાવવા માંગે છે : Jayram Ramesh

aapnugujarat

પુલવામા હુમલાનો રાજકીય લાભ લેનારને પ્રજા માફ કરશે નહીં : કોંગ્રેસ

aapnugujarat

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1