Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર બંધારણમાંથી ‘ઈન્ડિયા’ નામ હટાવવા માંગે છે : Jayram Ramesh

જ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. હાલમાં જ કોંગ્રેસના નેતા જયરામ રમેશે સરકાર પર આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે ઈન્ડિયા નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જી-૨૦ ડિનર માટેના આમંત્રણમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત આ રીતે લખવામાં આવ્યું છે. આ મામલે જયરામ રમેશના સરકાર પર પ્રહારો સામે આવ્યા છે.સંસદના વિશેષ સત્રને શરૂ થવામાં ૧૩થી પણ ઓછા સમય દિવસ બાકી છે. જેમ જેમ સંસદનું વિશેષ સત્ર નજીક આવી રહ્યું તેમ તેમ વિપક્ષ દ્વારા સરકાર પરના આક્ષેપો વધી રહ્યા છે. વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષમાં એવી પણ ચર્ચા છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે, મોદી સરકાર બંધારણમાંથી ઈન્ડિયા શબ્દને હટાવવા માંગે છે.કોંગ્રેસ નેતા જયરામ રમેશનું ટ્‌વીટ સામે આવ્યું છે. તેમણે લખ્યું કે, શું આ સમાચાર ખરેખર સાચા છે? રાષ્ટ્રપતિ ભવનમાં ૯ સપ્ટેમ્બરે જી-૨૦ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. હવેથી બંધારણની કલમ ૧ આ રીતે બદલવામાં આવી શકે છે – ભારત, જે ઇન્ડિયા હતું, તે રાજ્યોનું સંઘ છે. હવે રાજ્યોના જૂથ પર પણ જોખમ વધ્યું છે.

Related posts

દરેક કર્મીને એપોઇન્ટમેન્ટ લેટર, લઘુત્તમ વેતન મળશે : સરકાર બિલ લાવવા સજ્જ

aapnugujarat

દાર્જીલિંગમાં સ્થિતિ વણસી : દેખાવો હજુ જારી

aapnugujarat

દેશમાં પાંચ મહિના બાદ કેસ ફરી ૫૦,૦૦૦ને પાર

editor
UA-96247877-1