Aapnu Gujarat
ગુજરાત

સરકારનું ખાનગી વીમા કંપની સાથે મળીને અબજોનું કૌભાંડ

ગુજરાતમાં ખાનગી વીમા કંપની સાથે મળી જઇ ભાજપ સરકાર દ્વારા આચરાયેલા પાક વીમા યોજનાના અબજો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ બીજુ કંઇ નહી પરંતુ ખાનગી વીમા કંપનીઓને અબજો રૂપિયાની કમાણી કરાવવાનું કૌભાંડ છે. સમગ્ર દેશમાં વીમા કંપનીઓએ રૂ.૨૨ હજાર કરોડનું પ્રીમીયમ ઉઘરાવ્યું અને ચૂકવ્યા માત્ર છ હજાર કરોડ એટલે કે, વીમા કંપનીઓએ ચોખ્ખો નફો રૂ.૧૬ હજાર કરોડ સેરવી લીધો. દેશની નવ વીમાકંપનીઓએ રૂ.૧૬ હજાર કરોડની કમાણી કરી સાબિત કરી દીધું કે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતો માટે નહી પરંતુ વીમા કંપનીઓના લાભાર્થે બનાવાઇ છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬થી ગુજરાતમાં જૂની પાક વીમા યોજનાની જગ્યાએ નવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલમાં આવી. આ યોજનાની માર્ગદર્શિકા અને નિયમાવલી મુજબ કામગીરી કરવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી છે. આ યોજના અંતર્ગત પાકમની સીઝનની શરૂઆતના ત્રણ મહિના પહેલા જરૂરી જાહેરનામું બહાર પાડવાનું ફરજિયાત છે પરંતુ રાજય સરકાર આ જાહેરનામું બહાર પાડવાનું જ ભૂલી ગઇ. તો આ યોજનાનું અમલીકરણ કેવી રીતે થયું અને શું તે કાયદેસર ગણાય? જિલ્લા સ્વાગત કાર્યક્રમ દ્વારા મળેલી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૪૧૬ અખતરાઓ કરવા ફરજિયાત હતા, તેની સામે તા.૨૨-૧૧-૧૬ની તારીખે માત્ર ૨૬૮ અખતરાઓ થયા હતા. એટલે કે, કુલ ૧૧૭૦ અખતરા બાકી બોલે છે. જો ૧૧૭૦ પાક કાપણી અખતરાઓ બાકી રહી ગયા હોય તો સવાલ એ છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓકટોબર મહિના પછી એકપણ ખેતરમાં મગફળી ઉભી જ ન હોય તો પાક કાપણી અખતરાઓ કેવી રીતે કરવામાં આવ્યા? આ અંગેના પત્રક ૧,૨,૩ અને ૪ કેવી રીતે અને કયારે તૈયાર કરાયા તે પણ ગંભીર સવાલ છે. એટલું જ નહી, ખુદ ડિસ્ટ્રીકટ લેવલ કમીટીની બેઠકની કાર્યવાહીની નોંધમાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સ્પષ્ટ સ્વીકાર કરાયો છે કે, પાક કાપણી અખતરાઓ કરવા માટે જરૂરી ૧૦૬ કર્મચારીઓ સામે માત્ર ૧૬ કર્મચારીઓ જ ઉપલબ્ધ હતા. આ સિવાય રાજયમાં ૫૫૮૪૪ કાપ કાપણી અખતરાઓ કરાવવાનો કુલ ખર્ચ રૂ.૮ કરોડ, ૩૪ લાખ, ૨૪હજાર, ૨૦૦ અંદાજવામાં આવ્યો હતો, તેની સામે ટેન્ડરીંગ કરી ખર્ચનો આંક રૂ.૧૪.૫૬ કરોડ સુધી પહોંચી ગયો, જેથી આ મુદ્દો પણ ભ્રષ્ટાચારના દાયરામાં આવી ગયો. સૌથી મહત્વનું કે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના ખરા અમલીકરણ માટે ચાર સમિતિઓ બનાવવાની હતી, જેમાં ખેડૂતોને સામેલ કરતી ગ્રામ્ય સમિતિ જ બની નથી. ગ્રામ્ય કક્ષાની આવી સમિતિઓની રચના કર્યા વિના જ સરકાર અને વીમા કંપનીઓ દ્વારા હાથ ધરોયલ ભ્રષ્ટાચારી કામગીરીનો ખેડૂતો ભોગ બન્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના તમામ ખેડૂતોને પૂરેપૂરો પાક વીમો ચૂકવવાની માંગણી પણ કરી હતી.

Related posts

ભાજપ દ્વારા બાવળાથી ખાટલા બેઠકની શરૂઆત કરવામાં આવી

aapnugujarat

સુરતમાં ખારવાઓએ તાપી નદીમાં લીધી બોટ રેસની મજા

aapnugujarat

खोरज में रावल समाज की १११ बेटियों की समूह शादी सम्पन्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1