Aapnu Gujarat
Uncategorized

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડ, ડોક્ટર સ્વામીજ અને મહાનુભાવોના હસ્તે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ દ્રારનું લોકાર્પણ કરાયું હતું. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના સૌજન્ય થી રૂ. ૬૦ લાખ ના ખર્ચે નવનિર્મિત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ દ્રારની વિશેષતા એ છે કે દ્રારમા ત્ર્ક્ષષિઓ, દેવતાઓની મૃર્તિઓ સ્થાપીત કરવામાં આવી છે. આ પ્રમુખ સ્વામી દ્રારની ઉંચાઈ ૫૧ ફૂટ, લંબાઈ-૬૯ ફૂટ અને પહોળાઈ-૧૬ ફૂટ છે.

મંત્રીશ્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લાની શાન ગણાતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના આંગણે પ્રમુખસ્વામી દ્રારનો પ્રસંગ અદભૂત છે આ યુનિ.માં સંસ્કુતનું જ્ઞાન મેળવવા દેશ-વિદેશ માથી વિર્ઘાથીઓનો અવિરત પ્રવાહ રહે છે. જે આપણા માટે ગૌરવશાળી છે. ડોક્ટર સ્વામીજએ કહ્યું હતું કે, રાજ્યની માત્રની એક જ આ યુનિ. છે કે જેનું પ્રવેશદ્રાર અદભૂત કલાત્મક છે. જેના પરથી સંસ્કૃત યુનિ.ની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય છે. “સંસ્કૃત”માં આર્ષ સંશોધન કેન્દ્ર, ગાંધીનગરના નિર્દશક શ્રુતિપ્રકાશ સ્વામીજીએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનો અને સંસ્કૃતનો તથા સંસ્થાના યુનિવર્સિટી સાથેના સંબંધો વિષયક પ્રથમ પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી અર્કનાથ ચૌધરીજીએ ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓને વ્યાખ્યાન દ્વારા પ્રસ્તુત કર્યું હતું. શિવાજી કે દોરાઝ વિષય પર વિર્ધાથીઓએ નાટ્ય રજુ કર્યું હતું.

આ પ્રસંગે વેરાવળ નગરપાલિકા પ્રમુખશ્રી જગદીશભાઈ ફોફંડી, સ્વામીજી વિવેકસાગરદાસજી, ઈશ્ર્વરચરણદાસજી, કુલસચિવશ્રી મહેન્દ્રકુમાર દવે, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી ચાવડા, અગ્રણીયશ્રી લખમભાઈ ભેસલા, રીતેશભાઈ ફોફંડી, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિર્ધાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં હાથ ધરાઈ

editor

राजकोट में स्वाईन फ्लू से और चार की मौत हुई

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લાની વિકાસ વાટીકા પુસ્તીકાનું વિમોચન કરતા કલેકટરશ્રી અજયપ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1