Aapnu Gujarat
બ્લોગ

જાણવા જેવું…

જીવતા રહેવા માટે જેટલું જરૂરી ભોજન અને શ્વાસ છે એટલું જ જરૂરી પ્રાણ ઉર્જા છે. ભોજન કર્યા વગર તમે થોડાંક દિવસ ચલાવી શકશો અને શ્વાસ વગર તમે થોડીક ક્ષણ જીવીત રહી શકશો પરંતુ પ્રાણ ઉર્જા વગર એક સેકન્ડ પણ જીવીત રહેવું મુશ્કેલ છે. પ્રાણ ઉર્જા નાડીમાંથી પ્રવાહિત થાય છે અને શરીરમાં સેંકડો નાડીઓ હોય છે, તે બરાબર રહેવી ખૂબ જ જરૂરી હોય છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આટલી બધી નાડીઓને સ્વસ્થા રાખવી કદાચ અશકય છે, પરંતુ તમે બે ક્ષણમાં તમને સ્વસ્થ રાખી શકે છે. આ ઉપાય કરવાથી તમારા બધા રોગો દૂર ભાગી જશે.

સ્વર વિજ્ઞાન અનુસાર સેંકડો નાડીઓમાં ત્રણ નાડી ઇડા, પિંગલા અને સુશુમના મુખ્ય હોય છે. ઇડા ડાબા નસકોરામાં હોય છે અને પિંગલા જમણા નસકોરામાં હોય છે. જો શ્વાસ ડાબા નસકોરામાંથી જાય છે તો પ્રાણ ઉર્જા ઇડા નાડીમાં જાય છે અને તેને ચંદ્ર સ્વર કહેવાય છે.

ચંદ્ર શીતળતા અને સૂર્ય સ્વર ગરમી આપે છે અને આ બદલાતી રહે છે. જ્યારે શ્વાસ બંને નાડીઓમાંથી ચાલતો રહે તો પ્રાણ ઉર્જા સુશુમના નાડીમાંથી પસાર થાય છે.

સવારે જ્યારે ઉંઘ ઉડે ત્યારે સૌથી પહેલાં પોતાનો સ્વર ચેક કરો. સ્વર તપાસવા માટે નસકોરાના એક ભાગ પર આંગળી મૂકો. જો સૂર્ય સ્વર ચાલી રહ્યો છે તો ડાબા હાથને જુઓ અને તે બાજુના ગાલ પર ફેરવો. જો ચંદ્ર સ્વર ચાલી રહ્યો હોય તો જમણા હાથને જુઓ અને આ બાજુના ગાલ પર ફેરવો.

આ જ રીતે જે બાજુનો તમારો સ્વર ચાલી રહ્યો છે તે પલંગ છોડતા સમયે તે બાજુનો પગ સૌથી પહેલાં જમીન પર મૂકો. આમ તો તિથિ અનુસાર પણ સ્વરને નિયંત્રિત કરી શકાય છે. કોઇપણ પ્રયોગને 21 દિવસ સુધી સતત કરવો જોઇએ. આમ કરવાથી તમને કયારેય શ્વાસ સંબંધિત કોઇ બીમારી થશે નહીં અને ન તો કોઇ તણાવ લાગશે.

Related posts

भारत में विपक्ष की भूमिका

editor

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1