Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાતમા પગારપંચમાં મળતાં ભથ્થાં પર પણ હવે ઇન્કમટેક્સ લાગશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સાતમું પગારપંચ ખુશીઓની સોગાત લાવ્યું હતું, પરંતુ હવે તેમના માટે નિરાશાજનક સમાચાર મળી રહ્યા છે. એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારના લઘુતમ પગારમાં વધારો નહીં થાય અને સાતમા પગારપંચ હેઠળ તેમને મળનારાં ભથ્થાંઓ પર ટેક્સ લગાવવામાં આવશે.કર્મચારી સંઘની માગણી છે કે લઘુતમ પગાર રૂ.૧૮,૦૦૦થી વધારીને ર૬,૦૦૦ કરવામાં આવે. સરકારે અગાઉ આ મુદ્દા પર યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત સરકારે હવે એવો પણ નિર્ણય કર્યો છે કે કર્મચારીઓને મળનારાં ભથ્થાં પર ટેક્સ લગાવવામાં આવશે.નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે નવાં ભથ્થાં ઇન્કમટેક્સના દાયરામાં આવશે. નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮થી આપવામાં આવેલાં ભથ્થાં પર ઇન્કમટેક્સ લગાવવામાં આવશે. નાણાં બિલ-ર૦૧૭માં સરકારી અને બિનસરકારી કર્મચારીઓ બંનેના બેઝિક પગાર, બોનસ અને ભથ્થાંઓ પર ટેક્સ લાગાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.સરકારનું માનવું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારને બાદ કરીને જો તમામ ભથ્થાંઓ કરમુકત કરવામાં આવશે તો અન્ય લોકો સાથે ભેદભાવયુક્ત વ્યવહાર ગણાશે. નેશનલ એનોમલી કમિટીમાં પગાર વધારા પર ચર્ચા કરવામાં આવી હતી. કમિટી આ વિષયોને તપાસી રહી હતી, જોકે સરકારે હવે નિર્ણય કર્યો છે કે આ માગણીને આગળ ધપાવવામાં આવશે નહીં. કર્મચારી યુનિયનોના પ્રયાસો છતાં સરકારે નિર્ણય કર્યો છે કે લઘુતમ પગાર રૂ.૧૮૦૦૦ જ રહેશે. આ મામલો હાલ કમિટી સમક્ષ છે. કમિટી તેના પર વિચારણા કરશે તો પણ સરકારનું કહેવું છે કે તેમાં ફેરફારની કોઇ જ શક્યતા નથી.

Related posts

सीआरपीएफ पर गालियां देकर भड़ास निकाल रहे कुछ पाकिस्तानी : रिपोर्ट

aapnugujarat

प्रधानमंत्री नरेंद्र मोदी का 70वां जन्मदिन : राहुल गांधी सहित कई राष्ट्राध्यक्षों ने दी बधाई

editor

અયોધ્યામાં આતંકીઓ કરી શકે છે હુમલો

editor

Leave a Comment

UA-96247877-1