Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે બોલાવેલો સપાટો

મધ્યપ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન ગણાઈ રહેલી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક એકમોની ૪૩ સીટ પર અધ્યક્ષ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૨૫ સીટ ઉપર જીત મળી છે જ્યારે કોંગ્રેસને ૧૫ સીટથી સંતોષ માનવાની ફરજ પડી છે. ત્રણ સીટો ઉપર અપક્ષ ઉમેદવાર જીતી ગયા છે. અલબત્ત મધ્યપ્રદેશના કિસાન આંદોલનના ગઢ ગણાતા મંદસોર જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અહીં ત્રણેય સીટો કોંગ્રેસે જીતી લીધી છે. મધ્યપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. સતત ત્રણ વખતથી અહીં ભાજપની સરકાર છે. મંદસોર ગોળીબાર કાંડ બાદથી કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવીને ખેડૂતોના મુદ્દે શિવરાજસિંહ સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગામી વર્ષે યોજનારી ચૂંટણીમાં વનવાસ ખતમ કરીને શાનદાર દેખાવ કરવા ઇચ્છુક છે. કોર કમિટિ દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે, આ સ્થાનિક ચૂંટણીના પરિણામ તેની આશાઓ ઉપર પાણી ફેરવી કાઢે તેવા છે. મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ નંદકિશોર સિંહે ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કોંગ્રેસ મુક્ત મધ્યપ્રદેશની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે કહ્યું છે કે, જનતાએ ફરી એકવાર સરકારમાં આસ્થા વ્યક્ત કરી છે.

Related posts

આંદામાન નિકોબારના વન્યમાં ટ્યુરિસ્ટની હત્યા

aapnugujarat

ભાજપ દેશભરમાં ૧૫ ઓગસ્ટથી એક સપ્તાહ સુધી ‘ભારત ગૌરવ પર્વ ‘ મનાવશે

aapnugujarat

भारतीय नौसेना ने ढूंढ निकाला मालदीव का लापता जहाज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1