Aapnu Gujarat
Uncategorized

ઇન્ડસ્ટ્રી માટે કરવેરા મુક્તિને લંબાવવા માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, ઉત્તર પૂર્વ અને હિમાલયન રાજ્યોમાં ઇન્ડસ્ટ્રીને માર્ચ ૨૦૨૭ સુધી કરવેરા મુક્તિ ચાલુ રાખવામાં આવશે. જીએસટી વ્યવસ્થા હેઠળ રિફંડ તરીકે આ વ્યવસ્થા અમલી રહેશે. પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટી વ્યવસ્થાને અમલી કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જેટલીએ કહ્યું હતું કે, જીએસટી એક્ટના માળખાની અંદર દરેક ઇન્ડસ્ટ્રી માર્ચ ૨૦૨૭ના ગાળા દરમિયાન તેના પોતાની રિફંડ વ્યવસ્થા હેઠળ રાહત મેળવવા હકદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉત્તર પૂર્વીય અને જમ્મુ કાશ્મીરમાં ઇન્ડસ્ટ્રી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવેલી ઇન્ડસ્ટ્રીઓ અગાઉની વ્યવસ્થામાં ૧૦ વર્ષની મુક્તિ મળી રહી હતી. આ સ્કીમ હેઠળ નવી વ્યવસ્થામાં નવી સુવિધા આપવામાં આવશે. ૧૦ વર્ષ માટે એક્સાઇઝ ટેક્સ હોલીડેના ગાળા દરમિયાન ઓપરેશન શરૂ કરી ચુકેલી કંપનીઓને પણ સીધો ફાયદો થશે. નવી જીએસટી વ્યવસ્થા હેઠળ મુક્તિ માટેની કોઇ જોગવાઈ કરવામાં આવી નથી પરંતુ એક્ટ હેઠળ એક વર્ગમાં રિફંડની જોગવાઈ રહેલી છે. બીબીટી મારફતે રિફંડ આપવામાં આવનાર છે. ૪૨૮૪ ઇન્ડસ્ટ્રીયલ પેઢીઓ આનો લાભ મેળવી શકે છે. આના માટેની અંદાજપત્રીય જોગવાઈ ૨૭૪૧૩ કરોડની રહી શકે છે. ઇન્ડસ્ટ્રીના કરવેરા મુક્તિને લઇને છેલ્લા કેટલાક દિવસથી અટકળોનો દોર ચાલી રહ્યો હતો. માર્ચ ૨૦૨૭ સુધી હવે ઉત્તરપૂર્વ અને પહાડી રાજ્યોમાં કરવેરા મુક્તિને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જીએસટી બાદ ઉભી થયેલી સ્થિતિ પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ ઇન્ડસ્ટ્રી માટે ટેક્સ મુક્તિ લંબાવાઈ હતી.

Related posts

સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

aapnugujarat

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપ પર થયો મોટો ધડાકો

editor

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનોહર સિંહ પવાર સાહેબ તેમજ ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1