Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રગીત ન વગાડનાર મદરેસા સામે કાર્યવાહી થઇ શકે :રિપોર્ટ

સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઉત્તર પ્રદેશની તમામ મદરેસાઓમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. સાથે સાથે વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. યોગી સરકારે ફરમાન જારી કર્યા બાદ નિયમો પાળવામાં આવ્યા હતા. હવે મળેલી માહિતી મુજબ જે મદરેસાઓમાં રાષ્ટ્રગીત ગાવવામાં આવ્યા ન હતા તે મદરેસાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટાભાગની મદરેસાઓમાં સ્વતંત્રતા દિવસની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. એવા મદરેસાઓ સામે હવે કાર્યવાહી થઇ શકે છે જ્યાં રાષ્ટ્રગીત ગાવવામાં આવ્યું ન હતું. બરેલીના ડિવિઝનલ કમિશનરે કહ્યું છે કે, જ્યાં રાષ્ટ્રગીત નહીં ગાવવા માટેના પુરાવા મળ્યા છે ત્યાં મદરેસાઓ સાથે જોડાયેલા લોકોની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા લાગૂ કરવામાં આવી શકે છે. મધ્ય અને પૂર્વ ઉત્તર પ્રદેશના મોટાભાગની મદરેસાઓમાં ૧૫મી ઓગસ્ટના દિવસે તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીત પણ ગાવવામાં આવ્યા હતા. વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. વિડિયો રેકોર્ડિંગ કરવામાં સરકારના આદેશના કારણે કેટલીક જગ્યાએ તંગદિલીભરી સ્થિતિ પણ રહી હતી. બરેલીની કેટલીક મદરેસાઓ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશની કેટલીક જગ્યાઓએ રાષ્ટ્રગીત જનગણ મનની જગ્યાએ અલ્લામા ઇકબાલ દ્વારા લખવામાં આવેલું ગીત સારે જહાં સે અચ્છા ગીત ગાવવામાં આવ્યું હતું. બરેલી શહેર કાઝી મૌલાના અસજદ રઝાક ખાને પહેલાથી જ જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રગીત બિનઇસ્લામિક છે. કારણ કે, તેમાં કેટલાક શબ્દ એવા છે જે ઇસ્લામની વિરુદ્ધમાં છે. બરેલીના ડિવિઝનલ કમિશનર પીવી જગનમોહને કહ્યું હતું કે, ફરિયાદકર્તાઓને ફરિયાદ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે અમે ઇચ્છતા નથી કે, આના કારણે કોઇ તકલીફ ઉભી થાય. જો રાષ્ટ્રગીત નહીં ગાવવાની વિગત સપાટી ઉપર આવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નક્કર પુરાવા મળશે તો આ પ્રકારના લોકો સામે પ્રવેન્શન ઓફ નેશનલ ઓનર એક્ટ અને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. લખનૌ, વારાણસી, કાનપુર, અલ્હાબાદ, ફૈઝાબાદ, ગોરખપુર, ઝાંસીની મોટાભાગની મદરેસાઓની ચકાસણી કરવામાં આવી હતી અને આ મોટાભાગની મદરેસાઓમાં સ્વતંત્રતા દિવસ પર તમામ રંગારંગ કાર્યક્રમ થઇ રહ્યા હતા. અલબત્ત કાર્યક્રમોના વિડિયો બનાવવાને લઇને લોકોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી હતી.
દારુલ ઉલૂમના લોકોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સારે જહાં સે અચ્છા ગીત ગાઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. દેશની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યા બાદ દેશ માટે પ્રાર્થના કરવાની પરંપરા ૧૯૪૭થી ચાલી રહી છે. રાષ્ટ્રગીત કેમ ગાવવામાં આવ્યું નથી તે અંગે પૂછવામાં આવતા કેટલાક લોકોએ કહ્યું હતું કે, આમા સિંધ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હવે પાકિસ્તાનમાં છે. આ લોકોનું કહેવું છે કે, અમે પાકિસ્તાન માટે પ્રાર્થના કરી શકીએ નહીં. જો સરકાર આ શબ્દને દૂર કરી દેશે તો અમે ગર્વ સાથે આ ગીત ગાઈશું.

Related posts

અમરનાથ દર્શન માટે ૨૩૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

aapnugujarat

લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છે : મેનકા ગાંધી

aapnugujarat

मुंबई एयरपोर्ट पर एक महिला करोड़ेां रुपये के अमेरिकी डॉलर के साथ गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1