Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા-પાટણના પૂર પીડિતોની વહારે શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપૂર : રૂ. ૬૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં ભારે વરસાદની તારાજીનો ભોગ બનેલા બનાસકાંઠા-પાટણના આપત્તિ પીડિતોના ઝડપી પૂનર્વસન માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા કરેલી અપિલને રાજ્યભરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડીમાં રૂ. ૬૧ લાખનો સહાય ચેક શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપૂરના શ્રી અભયભાઇ જસાણી, શ્રીમતી મૃદુલાબહેન જસાણી અને શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે મુખ્યમંત્રીશ્રી રાહત ફાળામાં અર્પણ કર્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ શ્રીમદ રાજચંન્દ્ર મિશનની આ સમાજદાયિત્વ ભાવનાની સરાહના કરી હતી. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ૭૧માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ઉપલક્ષમાં વડોદરામાં વિવિધ સંગઠનો, ઊદ્યોગ ગૃહો અને સામાન્ય નાગરિકો એ મળીને મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. ૧૦૧ કરોડનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આપત્તિ પીડિતોની પડખે સાડા ૬ કરોડ ગુજરાતીઓ ઊભા છે તેવા કરેલા સંવેદનસ્પર્શી આહવાનને વાચા આપતાં આજે શ્રીમદ રાજચંન્દ્ર મિશને રૂ. ૬૧ લાખનો ફાળો પૂર આપત્તિગ્રસ્તો માટે આપ્યો છે.

Related posts

Gujarat govt implements e-stamping rule to stop black marketing stamp paper

aapnugujarat

સુરત પોલીસને ૧૦૦ મહિલાઓ સહાય કરશે

aapnugujarat

ડભોઇનાં ચણવાડા ખાતે આવેલ પ્રેમધારા આશ્રમમાં સંતોની બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1