Aapnu Gujarat
મનોરંજન

સેક્સી રિયા સેન હવે લગ્ન કરવાની તૈયારીમાં

બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી મુનમુનસેનની પુત્રી સેક્સી રિયા સેન હવે લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. મળેલી માહિતી મુજબ રિયા સેન લગ્ન કરવાને લઇને ઉત્સુક બની છે. હજુ સુધી લગ્ન માટેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મુનમુનસેનના આવાસ પર ઉજવણીનો દોર શરૂ કરાયો હોવાના હેવાલ મળ્યા છે. તે છલ્લા કેટલાક સમયથી બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે રિલેશનમાં છે. રિયા સેને બોલિવુડમાં પગ જમાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં શિસ્તના અભાવના કારણે તે બોલિવુડમાં સફળ સાબિત થઇ નથી. અનેક અભિનેતા અને પુરૂષો સાથે તે સંબંધોના કારણે ચર્ચામાં રહી હતી. તે ફિલ્મો કરતા પોતાના વિવાદના કારણે વધારે ચર્ચામાં રહી હતી. રિયા સેને વર્ષ ૨૦૦૧માં કોમેડી ફિલ્મ સ્ટાઇલ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ વધુ કેટલીક મોટી ફિલ્મ પણ કરી હતી. ફાલ્ગુની પાઠકના ખુબ લોકપ્રિય ગીત મેને પાયલ ગીત મારફતે તે લોકપ્રિય થઇ હતી. આ ગીતમાં જ્યારે રિયા દેખાઇ ત્યારે તે માત્ર ૧૬ વર્ષની હતી. પોતાની ખુબસુરતીના કારણે તે ચર્ચામાં રહી હતી. જો કે શિસ્તમાં નહી રહેવાના કારણે તે વધારે ટકી શકી નથી.
યુવા પેઢીમાં વધુ લોકપ્રિય રિયા હિન્દી ઉપરાંત બંગાળી અને મલયાલમ ફિલ્મોમા ંપણ કામ કરી ચુકી છે. એકતા કપુરની વેબસીરિઝમાં પણ તે કામ કરી ચુકી છે. તેની સેક્સી ઇમેજના કારણે તે વધુ ચર્ચામાં રહી હતી. અનેક મેગેઝીનોમાં કવર પર ચમકી ચુકી છે. રિયા સેનના બોયફ્રેન્ડ શિવમના સંબંધમાં કોઇ વધારે માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. શિવમ અને રિયા છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાના ગળા ડુબ પ્રેમમાં રહ્યા બાદ હવે લગ્ન કરવા માટે ઇચ્છુક છે. મુનમુનસેને હજુ સુધી લગ્નને લઇને કોઇ વાત કરી નથી.

Related posts

કરીના-સૈફના પુત્રનુ નામ બન્યો વિવાદ

editor

કરિશ્મા કપૂર વેબ સિરીઝમાં કામ કરશે

aapnugujarat

દિપિકા પદ્માવતિને લઇને ભારે મહેનત કરી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1