Aapnu Gujarat
મનોરંજન

અક્ષય કુમારની ટોઇલેટ એક પ્રેમ કથા સફળતા તરફ

આ વર્ષે રજૂ કરવામાં આવેલી અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે ત્યારે અક્ષય કુમારની ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મ સફળતા મેળવી રહી છે. અક્ષય કુમારની ફિલ્મ ચાહકોને પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ તરફ જોતા લાગે છે ક આ ફિલ્મ વધુ સફળતા હાંસલ કરી લેશે. અક્ષય કુમારની ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા મંગળવાર સુધી બોક્સ ઓફિસ પર ૮૨ કરોડની કમાણી કરી ચુકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે ક મંગળવારના દિવસે કમાણીનો આંકડો વધુ વધી ગયો હતો. બીજી બાજુ સિંગલ સ્કિરીન થિયેટરમાં પણ સારી આવક ફિલ્મ દ્વારા થઇ રહી છે. હજુ ુસધી ૮૨ કરોડની કમાણી કરી ચુકેલી ફિલ્મ એક સપ્તાહ સુધી ૧૦૦ કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. જો કે આ આંકડો મળે તેવી શક્યતા ઓચી છે. કારણ કે સપ્તાહના અંતે ટિકિટની કિંમત ઘટી જાય છે. ફિલ્મની કમાણી ૧૭૫ કરોડથી વધુની પહોંચી શકે છે. જો કે આ અંગેની માહિતી આગામી ત્રણ દિવસમાં જ થશે. પહેલી સપ્ટેમ્બરના દિવસે અજય દેવગની બાદશાહો ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી શકે છે. કારણ કે ફિલ્મના ગીતો પહેલાથી જ ધુમ મચાવી રહ્યા છે. અક્ષય કુમારની કેટલીક ફિલ્મો પહેલા પણ સુપર હિટ રહી છે. જો કે ટોઇલેટ એક પ્રેમ પ્રેમ કથા જેવી સફળતા હજુ સુધી મળી શકી નથી. અક્ષય કુમાર હાલમાં ભારે ખુશ દેખાઇ રહ્યો છે. સામાજિક દુષણ પર આધારિત ફિલ્મ સારી કમાણીની દિશામાં વધતા અક્ષય કુમાર અને ફિલ્મની ટીમ પાર્ટીના મુડમાં પણ આવી ગઇ છે. અક્ષય કુમાર હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. તે એક્શનની તુલનામાં હવે કોમેડી અને સામાજિક વિષય પર આધારિત ફિલ્મોમાં વધારે કામ કરી રહ્યો છે. આની પ્રશંસા પણ થઇ રહી છે.

Related posts

जब तक इंसाफ नहीं मिलेगा लड़ती रहूंगी : तनुश्री दत्ता

aapnugujarat

પરિસ્થિતિની ગંભીરતાની અનુભૂતિ કરવી એ મહત્વનું છે અને ફરીથી કામ ચાલુ થવું તે ખુશીની વાત છે : વિદ્યા બાલન

editor

भारत के प्रधानमंत्री बनने की प्रियंका चोपड़ा ने जताई इच्छा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1