Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાની ૭૦ કંપની-સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા યુએસની યોજના

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ તેના પર પ્રતિબંધો લગાવ્યા છે અને એક અમેરિકી અધિકારીએ આજે જાપાનમાં જી ૭ સમિટ પહેલા જણાવ્યું હતું કે અમેરિકા રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરશે.
તેમણે કહ્યું કે અમેરિકા પાસે આ વર્ષે જી૭માં કેટલાક મુખ્ય લક્ષ્યો હશે. જોકે મુખ્ય ધ્યાન યુક્રેન માટે સમર્થન બતાવવા પર રહેશે. અમેરિકી વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું કે અમે રશિયાને જવાબદાર ઠેરવવા માટે અનેક પગલાં લીધા છે. તેમાં નિકાસ પ્રતિબંધ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
અમેરિકા દેખીતી રીતે લગભગ ૭૦ રશિયન કંપનીઓ અને સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે રશિયા સામે પગલાં લેવાનું ચાલુ રાખીશું અને નિકાસ નિયંત્રણોનો વિસ્તાર કરવાનું ચાલુ રાખીશું. અમેરિકા દ્વારા વ્યક્તિઓ, સંસ્થાઓ, જહાજો અને વિમાનો સામે ૩૦૦ થી વધુ નવા પ્રતિબંધો પણ જાહેર કરવામાં આવશે.

Related posts

हार्वे तूफान से टेक्सास मंे ५८ अरब डॉलर का नुकसान

aapnugujarat

અમેરિકામાં કોરોનાનો કેર : એક જ દિવસમાં બે લાખ કેસ

editor

PM Modi held wide-ranging talks with Senegal President Macky Sall

aapnugujarat

Leave a Comment

UA-96247877-1