Aapnu Gujarat
રમતગમત

ગુજરાતે બેંગ્લોરને પ્લેઓફની બહાર ફેંકી દીધું

ટોસ જીતીને પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેટિંગ પસંદ કરી હતી. બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. બેંગ્લોરે પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના 62 રન બનવ્યા હતા. જો કે, 8મી ઓવરમાં બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી હતી. બેંગ્લોરના કેપ્ટન ફાક ડુ પ્લેસિસ 28 રન બનાવીને આઉટ થયો હતો. ફાક ડુપ્લેસિસ ઈનિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ગ્લેન મૈક્સવેલ પણ સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. રાશિદ ખાનના બોલ પર મૈક્સવેલ આઉટ થયો હતો. મૈક્સવેલ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ મહિપાલ લોમરોર પર લાંબી ઈનિંગ રમી શક્યો ન હતો. તે પણ 1 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. માઈકલ બ્રેસવેલે સારી શરૂઆત કરી હતી. , પરંતુ 5 ચોગ્ગા મારીને 26 રને આઉટ થઈ ગયો હતો. દિનેશ કાર્તિક આ મેચમાં પણ ફ્લોપ સાબિત થઈ ગયો હતો. દિનેશ કાર્તિક ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જ્યારે RCBના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 61 બોલ પર 13 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 101 રનની અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે અનુજ રવાત 14 બોલમાં 23 રન ફટકારીને અણનમ રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સના નૂર અહમદે 2 વિકેટ ઝડપી હતી.

રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલની જોડીએ શરૂઆત સારી કરાવી હતી. રિદ્ધિમાન સાહા 14 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. રિદ્ધામાન સાહા બાદ વિજય શંકર બેટિંગમાં આવ્યો હતો અને તેણે અને શુભમન ગીલે બેંગ્લોરના બોલરોને ધોઈ નાંખ્યા હતા. શુભમન ગીલે અને વિજય શંકરે પોતાની ફિફ્ટી ફટકારી હતી. ફિફ્ટી ફટકાર્યા બાદ વિજય શંકર આઉટ થઈ ગયો હતો. વિજય શંકરે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 2 સિકર્સસ ફટકારી શક્યો હતો. વિજય શંકર આઉટ થયા બાદ દાસુન બેટિંગમાં આવ્યો હતો, જો કે, તે ઝીરો રને આઉટ થયો હતો. દાસુન આઉટ થયા બાદ ડેવિડ મિલર બેટિંગમાં આવ્યો હતો. જો કે, મિલર પણ 7 બોલમાં 6 રન બનાવી શક્યો હતો અને સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. મિલર આઉટ થયા બાદ રાહુલ તેવટીયા બેટિંગમાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ શુભમન ગીલે બેંગ્લોરના બોલરોને ધોઈ નાંખ્યા હતા. શુભમન ગીલે 52 બોલમાં 104 રન ફટકાર્યા હતા.ગીલે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 8 સિકર્સ ફટકારી હતી. ગીલે પોતાની સદી સિકસ મારીને પૂરી કરી હતી

વિરાટ કોહલીએ પોતાની ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલીએ 60 બોલમાં 13 ચોગ્ગા અને એક સિક્સર્સની મદદથી પોતાની સેન્ચ્યુરી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં બીજી સદી ફટકારી હતી.

Related posts

વિરાટ કોહલીનું છલકાયુ દર્દ : ‘બે વાર ICC ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યા, છતાં પણ કહ્યો ફેલ કેપ્ટન

aapnugujarat

લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની મંજુલા મોદી

aapnugujarat

लंका प्रीमियर लीग अब 21 नवंबर से शुरू होगी

editor

Leave a Comment

UA-96247877-1