ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી વોર્મઅપ મેચમાં પાકિસ્તાનના અમ્પાયર અલીમ દાર નવા લૂક સાથે જોવા મળ્યા હતા.
વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના અમ્પાયર અલીમ દાર કેટલીક મેચોમાં ક્લીન શેવ નજરે આવતા હતા, ત્યારે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કેનિંગ્સ્ટન ઓવલમાં રમાયેલી વોર્મઅપ મેચમાં અલીમ દાર નવા લૂકમાં જોવા મળ્યા હતા. તેઓ આ મેચમાં અમ્પાયરિંગ કરવા માટે ઉતર્યા ત્યારે એક સમયે તો ખેલાડી અને દર્શકો પણ તેમને ઓળખી શક્યા ન હતા. કારણ કે ક્લીન શેવ રાખનાર અલીમ દાર દાઢી સાથે મેદાન પર જોવા મળ્યા હતા.
પાકિસ્તાનની એક ટીવી ચેનલને દારે કહ્યું કે, તેમને દાઢી વધારવાની પ્રેરણા હાશિમ અમલા પાસેથી મળી હતી. અમલાએ મને ઇસ્લામિક નિયમો અનુસાર, દાઢી રાખવા માટે કહ્યું હતું. અલીમ દારે કહ્યું કે, હું દાઢી વધારવા માંગતો હતો. આ દરમિયાન અમલાએ મને આવું કરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ મે વિચાર્યું અને પછીથી અમલાની સલાહનો અમલ કર્યો.ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાનો બેટસમેન હાશિમ અમલા ખુદ લાંબી દાઢી રાખે છે અને પોતાની ફલ્ડિંગ અને બેટિંગમા માટે ઘણો જાણીતો છે. તેણે આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા બે સદી ફટકારી હતી.