Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં કરોડપતિઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થશે

નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ ૨૦૨૩ એ દાવો કર્યો છે કે, ભારતમાં કરોડપતિઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થશે અને અબજોપતિઓની સંખ્યા દોઢ ગણી થશે. ૨૦૨૭ સુધીમાં દેશમાં હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્‌યુઅલ્સની સંખ્યા ૧૬ લાખને વટાવી જશે. એટલે કે, જેમની નેટવર્થ ૧ મિલિયન ડોલર કે તેથી વધુ છે તેમની સંખ્યા વધીને ૧.૬ મિલિયન ડોલર થશે. ૨૦૨૨ સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા ૭.૯૭ લાખ થઇ ગઈ છે. રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષમાં અમીર લોકોની સંખ્યામાં ૧૦૮ ટકાનો વધારો થશે. રિપોર્ટ અનુસાર, ભારતના અતિ-ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ, જેમની પાસે ૩૦ મિલિયન ડોલરથી વધુની નેટવર્થ છે, ૨૦૨૭ સુધીમાં ૫૮.૪% વૃદ્ધિ પામશે. ૨૦૨૭ માં, દેશમાં ૩૦ મિલિયનથી વધુની નેટવર્થ ધરાવતા ૧૯,૧૧૯ લોકો હશે. ૨૦૨૨ સુધીમાં દેશમાં આવા લોકોની સંખ્યા ૧૨,૦૬૯ છે. જ્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ૨૦૨૭ સુધીમાં ૧૬૧થી વધીને ૧૯૫ થઈ જશે. ૨૦૨૨ માં, હાઈ-નેટ-વર્થ વાળા વ્યક્તિઓનો વિશ્વમાં ૩.૮ ટકાનો ઘટાડો થવાનો અંદાજ હતો. જ્યારે ૨૦૨૧માં ૯.૩ટકાનો વધારો નોંધાયો હતો. આર્થિક મંદી, અવારનવાર દરમાં વધારો અને વધતી ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા શ્રીમંતોની સંપત્તિ અને રોકાણ પોર્ટફોલિયોને અસર થઈ હતી. આ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી હતી. વ્યાજદરમાં વધારા અને અન્ય કારણોસર ૨૦૨૨માં અમીરો લોકોની યાદીમાં ૭.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Related posts

હવે પીએનબી બ્રેડી હાઉસ શાખામાં વધુ એક કૌભાંડ

aapnugujarat

જેટ એરવેઝને દેવાથી બચાવી લેવા માલ્યાનું સૂચન

aapnugujarat

સ્પાઈસ જેટમાં ૧૧મીથી બિઝનેસ ક્લાસમાં પ્રવાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1