Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં રાજયસભા ચુંટણી પહેલા જદયુ અને રાજદ વચ્ચે ધમાસાન

બિહારમાં રાજયસભા ચુંટણીને લઇ ચર્ચાઓનું બજાર ગરમ છે આ દરમિયાન બિહારની બે મોટી સ્થાનિક પાર્ટીઓ પરસ્પર લડી પડી છે.જદયુ તરફથી જયાં રાજકીય તીર છોડવામાં આવી રહ્યાં છે ત્યાં રાજદ જવાબના રૂપમાં રાજનીતિક લાલટેન સળગાવવામાં લાગી છે.જદયુના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જદયુએ અનિલ હેગડેને ઉમેદવાર બનાવ્યા છે બીજુ નામ તાકિદે જાહેર કરવામાં આવશે
કુશવાહાએ મીડિયાથી આરસીપી સિંહના કાર્યકાળને રિપીટ થવાના સવાલ પર કહ્યું કે તેના પર ખુબ તાકિદે જવાબ મળી જશે તેમણે રાજદના પાર્લિયામેંટ્રી બોર્ડની બેઠક પર ટીપ્પણી કરતા કહ્યું કે જે રીતે બેઠકમાં જગદાનંદ સિંહ નારાજ થઇ નિકળી ગયા એ દર્શાવે છે કે રાજદમાં બધુ બરાબર ચાલતુ નથી ઉપેન્દ્રે કહ્યું કે રાજદમાં જે ચાલી રહ્યું છે તે પાર્ટીના વિનાશનું કારણ બનશે રાજદની અંદર જે કલહ છે તે આવનારા દિવસોમાં રાજદના વિનાશનું કારણ બનશે.ઉપેન્દ્રે કહ્યું કે જે રીતે બેઠકમાં તેજસ્વી યાદવે ભાગ લેવાની ઇચ્છા ન બતાવી તેનાથી તમે રાજદની સ્થિતિનો અંદાજ લગાવી શકો છો.
દરમિયાન રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદસિંહે ઉપેન્દ્રસિંહ કુશવાહાના નિવેદનને ગંભીરતાથી લેતા કહ્યું કે મને ખુશી છી કે દુશ્મન આવો જ હોવો જાેઇએ તેમણે કહ્યું કે બિહારને રાજદ અને તેજસ્વી જ બચાવશે તેમણે કુશવાહાની ટીપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે બિહારને બચાવવા માટે ખુરશી પર બેઠેલા લોકો ખુરશીથી હટે
જયારે બેઠકથી તારિદે નિકળી જવાની વાત પર તેમણે કહ્યું કે બિહારમાં વિરોઘ પક્ષના નેતા તેજસ્વી છે મારે ખુબ કામ કરવું પડે છે ખુબ વ્યવસ્થા કરવાની હોય આથી આથી નિકળી ગયો તેમણે કહ્યું કે રાજદમાં બધુ બરાબર છે રાજદ પુરી રીતે એક છે તેમણે તેજસ્વીના બેઠકમાં સામેલ ન થવાની વાત પર કહ્યું કે તેમણે ભારતના ભવિષ્ય માટે લંડન જવાનું હતું આથી આવ્યા નહીં.
ખુદ રાજયસભા જવાના સવાલ પર તેમણે કહ્યું કે મારે જયાં જવાનું હતું હું ત્યાં આવી ગયો છું હવે નવી પેઢીનો વારો છે.તેમને તક મળવી જાેઇએ તેમણે કહ્યું કે રાજદ પુરી રીતે મજબુતીથી એક સાથે છે.

Related posts

દેશમાં મુસ્લિમોને ક્યાંય ડરવાની જરૂર નથી : મોહન ભાગવત

aapnugujarat

પેગાસસ જાસૂસી મામલે માયાવતીના સરકાર પર પ્રહાર

editor

बिहार के मुजफ्फरपुर में चमकी बुखार से मरने वाले बच्चों की संख्या ८४ पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1