Aapnu Gujarat
રાષ્ટ્રીય

RBIએ સરકારને રૂ. ૩૦,૩૦૭ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું

ભારત સરકારને આરબીઆઈ દ્વારા દર વર્ષે ડિવિડન્ડ આપવામાં આવે છે. ૨૦મી મેના રોજ આરબીઆઈએ સરકારને રૂ. ૩૦,૩૦૭ કરોડના ડિવિડન્ડની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ૨૦મી મે, ૨૦૨૨ શુક્રવારના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૨ માટે ભારત સરકારને રૂ. ૩૦,૩૦૭ કરોડના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ સાથે બોર્ડે કન્ટીજન્સી રિસ્ક બફર ૫.૫૦% રાખવાનો ર્નિણય કર્યો છે.
જાેકે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ આ ડિવિડન્ડ સરકારી અંદાજ કરતા ઓછો છે. સરકારે બજેટમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે આરબીઆઈ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા કુલ રૂ. ૭૩,૪૯૮ કરોડના ડિવિડન્ડ મળવાનું અનુમાન મુક્યું હતુ.
સરપ્લસ તરીકે ટ્રાન્સફર કરાયેલા રૂ. ૩૦,૩૦૭ કરોડ સંપૂર્ણ એક વર્ષ માટેનું છે. વર્ષ ૨૦૨૦માં આરબીઆઈએ તેના નાણાકીય વર્ષને સરકારના નાણાકીય વર્ષ સાથે સંરેખિત કરવા માટે જુલાઈ-જૂન એકાઉન્ટિંગ વર્ષથી એપ્રિલ-માર્ચમાં ટ્રાન્સફર કર્યું. જુલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧નો નવ મહિનાના સમયગાળાના વર્ષ છતા કેન્દ્રીય બેંકે ગત વર્ષે કેન્દ્રને રૂ. ૯૯,૧૨૨ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ગત વર્ષે સરકારને આરબીઆઈએ ૯૯,૧૨૦ કરોડ ડિવિડન્ડ પેટે આપ્યા હતા.

Related posts

સુખોઇ વિમાન તોડી પાડવાના દાવાને સંરક્ષણ મંત્રાલય દ્વારા ફગાવી દેવાયો

aapnugujarat

દૌસામાં ૫ પુત્રી સાથે મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

editor

There will be heavy rains in Kerala this week: IMD’s prediction

aapnugujarat

Leave a Comment

UA-96247877-1