Aapnu Gujarat
રાષ્ટ્રીય

કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો સરહદ પારથી થતી દરેક ઘૂસણખોરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન ભારતીય સેના દ્વારા આવો જ એક પ્રયાસ ફરી નિષ્ફળ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડાના તંગધાર વિસ્તારમાં આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સેનાના જવાનોની તત્પરતાના કારણે આ શક્ય બન્યું નહીં. હાલ ઓપરેશન ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સેનાના જવાનોએ આતંકીઓ પર ગોળીબાર કર્યો અને એક આતંકીને ઠાર કર્યો. જાે કે કેટલા આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા તે સ્પષ્ટ નથી. સેનાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ઘૂસણખોરીની ઘટનાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જ્યારે આતંકવાદીઓએ ગમે તેટલી વખત આવા પ્રયાસો કર્યા છે, તેને નિષ્ફળ કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે.
અગાઉ, સેના વતી, એક વરિષ્ઠ અધિકારીએ ઘૂસણખોરી વિશે કહ્યું હતું કે ભારતીય સૈનિકો ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે નિયંત્રણ રેખા (એલઓસી) પર સંપૂર્ણ રીતે સતર્ક છે. જનરલ ઓફિસર કમાન્ડિંગ,૧૬મી કોર્પ્સ, લેફ્ટનન્ટ જનરલ મનજિંદર સિંઘે ૨૦૨૨-૨૦૨૩ માટે સ્પોર્ટ્‌સ કેલેન્ડર જાહેર કરવાના પ્રસંગે કહ્યું હતું કે, એલઓસી પર તૈનાત અમારા સૈનિકો સંપૂર્ણ એલર્ટ પર છે. જાે દુશ્મન ઘૂસણખોરીનો કોઈ પ્રયાસ કરશે તો અમે તેને ૧૦૦ ટકા નિષ્ફળ બનાવીશું.

Related posts

પાકિસ્તાને ભારતને કરતારપુર કોરિડોરનો ડ્રાફ્ટ એગ્રીમેન્ટ સુપ્રત કર્યો

aapnugujarat

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારોઃ ઈસરો મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે

aapnugujarat

લોકસભામાં આરટીઆઈ સંશોધન બિલ પસાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1