Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી આરએસએસ સાથે મળી દેશ ચલાવવા માંગે છે : રાહુલનો આરોપ

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ કહ્યું છે કે, તેઓ પોતાના મનની વાત દેશ પર થોપી રહ્યાં છે. કોંગ્રેસ ઇચ્છે છે કે, એવા નઓર્ગેનાઇઝ ક્ષેત્રનાં લોકોનો અવાજ પણ દેશની રાજનીતિમાં સાંભળવામા આવે અને આ માટે કોંગ્રેસ એક મંચ આપવા જઇ રહ્યું છે. અનઓર્ગેનાઇઝ ક્ષેત્રનાં લોકોના અવાજને દેશની સામે લાવવા કોંગ્રેસ એક નવાં વિંગ પર કામ કરી રહ્યું છે.મીડિયા સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ એક પ્રોફેશનલ કોંગ્રેસ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે, જેના માધ્યમથી તેઓ અનઓર્ગેનાઇઝ ક્ષેત્રનાં વર્કરનાં અવાજને રાજનીતિમાં લાવવા માટે કોશિશ કરશે. પ્રોફેશનલ કોંગ્રેસની કમાન પાર્ટીના ચાર વરિષ્ઠ નેતાનાં હાથમાં હશે, જેમા શશિ થરૂર અને મિલિંદ દેવડા પણ શામેલ હશે.એક સવાલનાં જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર પોતાના મનની વાતો કરે છે અને તેઓ ઇચ્છે છે કે, લોકસભા અને વિધાનસભામાં કોઇપણ પ્રકારનું ડિસ્કશન થાય નહી. જે મોદી અને આરએસએસ વચ્ચે ડિસ્કશન થાય તેનાથી જ દેશ ચાલવો જોઇએ. કોંગ્રેસ ઇચ્છે છે કે, હિંદુસ્તાનનાં કરોડો લોકો પોલિસી મેકિંગમાં શામેલ થાય પરંતુ દેશની વર્તમાન સરકાર તેવું ઇચ્છતી નથી.એવું પણ માનવામા આવી રહ્યું છે કે, કોંગ્રેસ પોતાના આ અભિયાન હેઠળ દેશનાં અનઓર્ગેનાઇઝ સેક્ટરમા કામ કરતા લોકોને પોતાની સાથે જોડવા માંગે છે અને તે અંતર્ગત તે એક પ્લેટફોર્મ ઉભુ કરવા માંગે છે.

Related posts

વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

editor

70’માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મંદિર સરદાર ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

aapnugujarat

विधानसभा में हार का लोकसभा पर कोई असर नहीं : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1