Aapnu Gujarat
Uncategorized

રાષ્ટ્રપતિ ચાલી રહેલા વિધાનસભા સત્રની અંદર ગૃહને સંબોધન કરશે, 24 માર્ચે તેઓ ગાંધીનગર આવશે

આગામી સમયમાં ગુજરાતના પ્રવાસી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક કલાક વિધાનસભા ગૃહને સંબોધિત કરશે, 24 માર્ચે તેમનો આ પ્રવાસ છે ત્યારે ગાંધીનગર ખાતેની તેમની આ વિશેષ મુલાકાતમાં તેઓ એક કલાક ચાલી રહેલા વિધાનસભા ગૃહની અંદર સંબોધન કરશે. અત્યારે ગૃહની કામગીરી ચસકી રહી છે જેમાં વિલો પસાર કરવાથી લઈને પ્રશ્નોતરી કાળ પણ ચાલી રહયો છે.

વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાક સમય વધારવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે.

24 માર્ચે રાષ્ટ્રપતિ 11 કલાકે ગૃહને સાબોધશે. રાષ્ટ્રપતિનું આ ભાષણ બંને પક્ષોના નેતાઓની ઉપસ્થિતિમાં થશે જેઓ એક કલાક ગૃહને સાબોધશે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે ત્યારે તેમનાં પ્રવાસને જોતા તેની તૈયારીઓને લઈને ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં ગાંધીનગર ખાતે વિધાનસભામાં રાષ્ટ્રપતી આવે તેવી શક્યતાઓ હતી ત્યારે આ વાત કંફરમ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેને જોતા આ બાબતોને લઈને આજે ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

ઘોર કળિયુગ…ઑસ્ટ્રેલિયા શિફ્ટ થવાની લ્હાયમાં બે સગા ભાઈ-બહેને લગ્ન કરી લીધા…!!

aapnugujarat

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

aapnugujarat

ભાવનગરમાં મેઘરાજાના રિસામણાથી ધરતીપુત્રો ચિંતાતુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1