Aapnu Gujarat
ગુજરાત

2001 પછી ભાજપે નર્મદા યોજનાને નામે રાજકીય લાભ લીધો છે : અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

નર્મદા યોજનાને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, નર્મદા યોજનાના સપના આઝાદી પેહલા જોવામાં આવતા હતા. વર્ષો સુધી લાંબો કાનૂની વિવાદ થયો હતો.

2001 પછી ભાજપે નર્મદા યોજનનને નામે રાજકીય લાભ લીધો છે. 2006/07 ચૂંટણી એજન્ડામાં નર્મદાના નામે મોટી જાહેરાતો થઈ છે. કચ્છ જેવું છેવાડાના વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી. નર્મદા પુનઃ વસન કરવામાં ન આવ્યું એટલે ઉંચાઈ વધારવાની મજૂરી મળી ન હતી.

તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે ટ્રીબ્યુનલ સમક્ષ પુનઃ વસન ની બાંહેધરી આપી ત્યારે ઉંચાઈ વધારવાની મજૂરી મળી. આટલો લાંબો સમય થયો કેનાલ નેટવર્ક કેમ ન બન્યું તેનો પણ જવાબ વિપક્ષ તરફથી અમિત ચાવડાએ માંગ્યો હતો. 7000 કિમિ કેનાલ નેટવર્ક બાકી છે.

સરદાર પટેલનું સ્વપ્ન હતું કે નર્મદાનું પાણી છેવાડે સુધી પહોંચાડવાનું, 90 ટકા નર્મદાની ઉચ્ચાઈનું કામ જે તે સરકારમાં થયું હતું. એટલે કે, 90 ટકા ઉચ્ચાઈનું કામમાં મૉટે ભાગે કોંગ્રેસના સમયમાં થયું હતું. ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશની સયુંકત યોજના છે.

7225 કરોડ રકમ પાડોશી રાજ્યો પાસેથી લેવાના રહે છે. કોરોનામાં મોદી મોડલ ફ્લોપ છે એવું આખા વિશ્વએ જોયું છે. ગુજરાતમાં 3 લાખ લોકોનું કોરોનામાં અવસાન થયું. ટેસ્ટિંગના આંકડા છુપાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવવામાં આવી છે.એમ કહી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

મહેસાણા જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેકટરે વેકસીન લીધી

editor

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે કારની ટકકરે ટુ વ્હીલર ઉપર જતા બેના થયેલા કરૂણ મોત

aapnugujarat

નર્મદા ડેમના પાણીના મામલે ગુજરાતના મુખ્ય સચિવનો મોટો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1