Aapnu Gujarat
Uncategorized

ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા કલ્પસર પરી યોજનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાની માંગ સાથે આવેદન

રાજકોટના ઉપલેટા શહેરના મામલતદાર કચેરી ખાતે ભગતસિંહ ક્રાંતિદલ દ્વારા કલ્પસર પરિ યોજનાનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ભગતસિંહ ક્રાંતિદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આઝાદ જાદવ તેમજ તમામ સદસ્યો દ્વારા એકત્ર થઇ અને કલ્પસર યોજનાનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કરી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભગતસિંહ ક્રાંતિદળના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કલ્પસર યોજનાને લઈને ખેડૂતોતેમજ પશુપાલકો સહિતના ઘણા ખરા લોકોને આ યોજનાથી સારો એવો લાભ થઇ શકે છે.ગુજરાતના દોઢ કરોડ લોકોને મળશે મીઠું પાણી.5880 મેગા વોટ ની ક્ષમતા ધરાવતા ટર્બાઇન થી પ્રદુષણ રહિત વીજળી ઉત્પન્ન થશે  તેમજ અમરેલી થી સુરત સુધીનો રસ્તો નવ કલાક થાય છે જે આ યોજના થતા સમય ઘટીને ફક્ત સાડા ચાર કલાકમાં પહોંચી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા સમગ્ર બાબતે ધ્યાન આપી અને આ યોજનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તેવી માંગને લઈને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Related posts

देश में कोरोना ‘अनस्टोपेबल’: संक्रमितों की संख्या 60 लाख के पार

editor

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

વેરાવળમાં ભાજપ સંગઠનના હોદેદારોની જાહેર ગ્રુપ મીટીંગમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓનો હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1