Aapnu Gujarat
ગુજરાત

વઢવાણમાં હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદથી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ

મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે રાજેશ દ્વારા ત્રણ લોકો પાસેથી ફંડ લઈ હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં કરવામાં આવતા આ ફરિયાદને લઈને દિલ્હી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા કલેકટર કે. રાજેશ ચોટીલા બામણબોરના જમીન કોંભાડ સહિત મુદામાં વિવાદોમાં ઘેરાયેલા કલેકટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારમાં રહેતા જેમાં અમરસંગભાઈ કેહરભાઈ રાઠોડે 3/2/2021 ના રોજ અને કુડાલા ગામના નાગજીભાઈ શંકરભાઈ રાઠોડે 26/2/2021 ના રોજ તેમજ વઢવાણ તાલુકાના નાના કેરાળા મથુરભાઈ વાલજીભાઈ સાકરીયાએ 13/3/2021 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે રાજેશ વિરૂદ્ધ વડાપ્રધાન કાર્યાલય લેખિતમાં હથિયારના લાયન્સની ફરિયાદ કરી હતી જેની કાર્યવાહી કરવા અને ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી રૂપેશકુમારે ફરિયાદ અંતર્ગત યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવા ગુજરાતનાં ચીફ સેક્રેટરીને પત્ર દ્વારા સુચના આપવામાં આવતા વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના આગેવાન મથુરભાઈ સાકરીયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતશાહનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આભાર માન્યો હતો. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા ફંડ લઈ હથિયારનુ લાયન્સ ન આપ્યાની ફરિયાદને ધ્યાને લઈ દીલ્હી પીએમ કાર્યાલય થી તપાસના આદેશ સોંપાતા મથુરભાઈ સાકરીયાની છાતી ગદગદ ફૂલી ગઈ હતી અને દિલથી નરેન્દ્ર મોદી અને અમિતશાહનો આભાર માની ખુશી વ્યકત કરી હતી અને વધુમાં નાના કેરાળા ગામના આગેવાન મથુરભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે હાલ નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રી મંડળના મંત્રીઓને સુરેન્દ્રનગર જિલ્લામાં ભષ્ટ્રચાર નાબુદ કરવા અને આ કેસ મામલે દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તેમજ યોગ્ય ન્યાય મળી રહે તે હેતુથી સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી મથુરભાઈ સાકરીયાની લાગણીને માંગણી છે.

Related posts

સાણંદમાં વ્યાજખોરોનો આંતક : કુંટુંબી સભ્યોને માર મરાતા ચકચાર

aapnugujarat

નરેન્દ્ર પટેલને લાંચ પેટે ૧૦ લાખ અપાયા હતા : સાક્ષી સાર્થકનો કોર્ટ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ

aapnugujarat

રાટીલા ગામ સીસીટીવીથી સજ્જ

editor

Leave a Comment

UA-96247877-1