Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

નવદુર્ગાના નવલા નોરતા પુરા થતા લીંબડી ખાતે આવેલ શ્રી ભગવતી યુવક મંડળ ખાડીયા પરા, શ્રી રામપ્રસાદ સેવા મંડળ વચલાપરા અને શ્રી શક્તિ સહાયક મંડળ મંદિરપરા ખાતે નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે જ્યારે શરદ પુનમ હોય ત્યારે આ ત્રણેય વિસ્તારમાં નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કહિ શકાય તો ખાડીયાપરા ખાતે યજમાન તરીકે ભરતભાઈ ગણપતભાઈ ચૌહાણ, વચલાપરા ખાતે મહાદેવભાઈ કાનજીભાઈ ચાવડા, અને મંદિરપરા માં હાર્દિકભાઈ નટુભાઈ ખાદલાએ લાભ લીધો હતો ત્યારે શ્રીભગવતી યુવક મંડળ ખાડીયાપરામા આયોજક તરીકે પરસોતમભાઈ ચાવડા, શાંતિલાલ ચાવડા, મહેન્દ્ર ચૌહાણ અને શ્રીરામપ્રસાદ સેવા મંડળ વચલાપરામા આયોજક તરીકે યોગેશભાઈ જાદવ, દિપકભાઈ ચાવડા, હિતેષભાઇ હિરાણી તથા શ્રીશક્તિ સહાયક મંડળ મંદિરપરા ખાતે આયોજક તરીકે મુળજીભાઇ પરમાર,રાજુભાઈ રાઠોડ ,હકાભાઈ ઘન્ટીવાળા અને દલસુખભાઈ ચૌહાણ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી ત્યારે શ્રી ભગવતી યુવક મંડળ દ્વારા 30 વર્ષથી , શ્રી રામપ્રસાદ મંડળ દ્વારા 50 વર્ષ થી અને શ્રી શક્તિ સહાયક મંડળ 50 વર્ષથી નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ આયોજનથી સમાજની એકતાનુ ઉદાહરણ જોવા મળે છે

Related posts

મહેસાણા ખાતે અખિલ ભારતીય એસ.સી./એસ.ટી./ઓ.બી.સી./લઘુમતિ હિતરક્ષક મંચ (સૂચિત)ની બેઠક યોજાઈ

aapnugujarat

વીણેલી બ્રાન્ડેડ બોટલમાં સસ્તો દારૂ વેચવાના કાંડનો પર્દાફાશ

aapnugujarat

સુજલામ સુફલામ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે  શિલાન્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1