Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવે છે

૨૦૨૧ના આરંભ આ જૂથે જાસૂસીનું સોફ્ટવેર ઘુસાડવા યુકેની એક વેબસાઇટને હેક કરી લીધી હતી. આ એવું જૂથ છે જે યુઝર્સને તેઓના જીમેઇ, હોટમેઇલ, અને યાહુના એકાઉન્ટ માટે જરુરી માહિતીની જરુર હોવાના સંદેશા સાથે ઇમેલ મોકલે છે, અને સાથે ચેતવણી આપે છે કે જાે માંગવામાં આવેલી માહિતી નહી આપવામાં આવે તો તેઓના એકાઉન્ટ બ્લોક થઇ જશે.અમેરિકાની સરકાર પોતાના દેશના સામાન્ય લોકોના ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવતી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સામાન્ય લોકોના ેકાઉન્ટની જાસૂસી કરવા સરકારે માલવેરનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. ઇન્ટરનેટના જગતમાં મહાકાય ગણાતી ગુગલ કંપનીએ પણ આ સમાચારોની પુષ્ટિ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે ૨૦૨૧ના વર્ષમાં તેણે સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગની આ પ્રવૃત્તિ અંગે તેણે પોતાના એવા યુઝર્સને અત્યાર સુધીમાં ૫૦ હજાર જેટલી ચેતવણીઓ મોકલીને તેઓને એલર્ટ કર્યા હતા જેઓના એકાઉન્ટ ઉપર માલવેરનો હુમલો થયો હતો. ગુગલે બહાર પાડેલા પોતાના રિપોર્ટમાં પણ કહ્યું હતું કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે સરકાર દ્વારા જાસૂસી કરાવવાની પ્રવૃત્તિમાં ૩૩ ટકાનો ધરખમ વધારો નોંધાયો હતો. કંપનીઓ પોતાના યુઝર્સની પ્રાઇવસીનું સન્માન કરતાં કહ્યું હતું કે તેણે ઇરાદાપૂર્વક યુઝર્સને ચેતવણીઓ મોકલીને એલર્ટ કર્યા હતા જેથી કરીને તેઓ સંભવિત જાેખમ સામે ચેતતા રહે, અને હુમલો કરનાર એટેકર્સ તેના યુઝર્સની ડિફેન્સ સ્ટ્રેટેજી(સંરક્ષણાત્મક વ્યૂહરચના)ને ટ્રેક ન કરી શકે. કંપનીએ કહ્યું હતું કે તેનું ટેગ નામનું સોફ્ટવેર દરરોજ વિશ્વના ૫૦ દેશોમાં સરકારનું પીઠબળ ધરાવતા ૨૭૦ જેટલા હુમલાખોર જૂથોને ટ્રેક કરીને તેઓને ઓળખી લીધા છે. કંપનીએ પોતાના બ્લોગપોસ્ટમાં વધુ માહિતી આપતા કહ્યું હતું કે તેણે હુમલાખોર જૂથોના આ પ્રકારના ઘણા પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા જેમાં ઇરાન સરકારનું પીઠબળ ધરાવતા એપીટી-૩૫ નામના ઇરાનિયન ગૂ્રપના તોડી પડાયેલા પ્રયાસોનો સમાવેશ થાય છે. આ ગૂ્રપ અવારનવાર સૌથી વધુ જાેખમ ધરાવતા યુઝર્સના એકાઉન્ટ ઉપર બાઝ નજર રાખતું હોય છે. વર્ષો સુધી આ ગૂ્રપે અસંખ્ય લોકોના એકાઉન્ટ હાઇજેક કરી લીધા હતા, તેઓના એકાઉન્ટમાં માલવેર મોકલ્યા હતા અને ઇરાન સરકારના હિતો સાથે સકળાયેલા ષડયંત્રને સફળતાપૂર્વક પાર પાડવા નવતર પદ્ધતિઓ અજમાવી હતી.

Related posts

एलन मस्क फिर बने दुनिया के सबसे अमीर शख्स

editor

ચીનના જંગલમાં વિકરાળ આગ : ૩૦ ફાયર ફાઈટર્સનાં મોત

aapnugujarat

4 दिन में अफगानिस्तान जीत सकती थी सेना, लेकिन करोड़ो लोगों को मारना नहीं चाहता : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1