Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનના જંગલમાં વિકરાળ આગ : ૩૦ ફાયર ફાઈટર્સનાં મોત

દક્ષિણ પશ્ચિમ ચીનમાં આવેલા સિંચુઆન જિલ્લાના મુલી કાઉન્ટીની નજીક સુકા જંગલમાં લાગેલી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમાં વિરુદ્ધ દિશામાં પવન ફુંકાતા આગ બુઝાવા ગયેલા ફાયર ફાઈટર ફસાઈ ગયા હતા. સોમવાર સાંજ સુધી ૩૦ ફાયર ફાઈટરનાં મોત થયાનું દક્ષિણ ચીનના ’સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અખબારે જણાવ્યું છે. સિંચુઆન જિલ્લામાં આવેલી લિયાંગશાન પર્વતમાળા પર પથરાયેલા વિશાળ જંગલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. આ આગ બુઝાવા માટે ૬૯૦ ફાયર ફાઈટરને શનિવારે મોકલવામાં આવ્યા હતા. પર્વતમાળામાં ૩,૮૦૦ મીટરની ઊંચાઈએ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આ આગ લાગી હતી, જ્યાં કોઈ સંદેશાવ્યવહાર કે પરિવહન માટેની કોઈ સુવિધા નથી. ફાયર ફાઈટર જ્યારે અહીં આગ બુઝાવી રહ્યા હતા ત્યારે અચાનક જ પવનની દિશા બદલાઈ ગઈ હતી અને તેઓ વિકરાળ આગમાં ફસાઈ ગયા હતા.
રવિવારથી આ ફાયર ફાઈટરની કોઈ ભાળ મળતી ન હતી. આથી, સેનાના બે હેલિકોપ્ટર પણ તેમને શોધવા મોકલવામાં આવ્યા હતા. સોમવારે સાંજે ચીનના સેન્ટ્રલ ટેલિવિઝને જણાવ્યું કે, ખોવાઈ ગયેલા તમામ ૩૦ ફાયર ફાઈટરના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, આગ ઉપર સોમવાર સાંજ સુધી કોઈ કાબુ મેળવી શકાયો નથી.આ ઉપરાંત શાંન્ઝી જિલ્લામાં શુક્રવારે સાંજે અચાનક એક જંગલમાં આગ ફાટી નિકળી હતી, જેને બુઝાવવા માટે ૧૫૦૦ ફાયરફાઈટરને મોકલાયા હતા. આ આગામાં ૩૦૦૦ હેક્ટરમાં ફેલાયેલા જંગલનો સફાયો થઈ ગયો હતો. શનિવારે બિજિંગથી નજીક મિયુન જિલ્લાના બહારના વિસ્તારમાં બપોરના સમયે આગ ફાટી નિકળી હતી. જેના પર કાબુ મેળવવા ૨૦૦૦ રાહત-બચાવ કર્મી અને ફાયર ફાઈટર્સને મોકલવામાં આવ્યા હતા. આ આગમાં ૫૦ હેક્ટર વિસ્તારમાં જંગલ નાશ પામ્યું હતું. જોકે, આ બંને ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Related posts

ब्रिटेन-जापान ने द्विपक्षीय मुक्त व्यापार समझौते पर किया हस्ताक्षर

editor

पाक 2022 तक पहला अंतरिक्ष यात्री भेजने को प्रतिबद्ध : फवाद चौधरी

aapnugujarat

અમારી બાબતોમાં માથું ન મારે પાકિસ્તાન : તાલિબાન

editor

Leave a Comment

UA-96247877-1