Aapnu Gujarat
બિઝનેસ

ભારતે ચીન સહિત ચાર દેશો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી

ભારતે ચીન સહિત ચાર દેશો પર સૌર સેલમાં ઉપયોગમાં લેવામાં આવતી શીટ પર ૧,૫૯૯ ડોલર પ્રતિ ટનની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે, જે ચાર દેશોમાંથી આયાત પર આ ડ્યુટી લગાવવામાં આવી છે તેમાં ચીન, મલેશિયા, સઉદી અરબ અને થાઇલેન્ડ સામેલ છે. આ ડ્યુટી પાંચ વર્ષ માટે લગાવવામાં આવી છે. ઘરેલુ કંપનીઓને સસ્તા આયાત સામે સંરક્ષણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
મહેસૂલ વિભાગે આપેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું કે, વાણિજ્ય મંત્રાલયના તપાસ એકમ ડીજીટીઆરની ભલામણના આધારે ’એથિલીન વિનાઇલ એસટેટ શીટ’ પર ૫૩૭થી ૧,૫૯૯ ડોલર પ્રતિ ટન સુધીની ડ્યુટી લગાવવામાં આવી છે.સાથે જ કહેવામાં આવ્યું કે, એક ઘરેલુ કંપનીની ફરિયાદ બાદ નિયામકે ગયા વર્ષે એપ્રિલમાં તપાસ શરૂ કરી હતી.
તપાસ બાદ જાણવા મળ્યું કે ઘરેલુ કંપનીઓને સંરક્ષણ માટે ચીન, મલેશિયા, સાઉદી અરબ અને થાઇલેન્ડની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જરૂરી છે. આ ઉત્પાદનનો ઉપયોગ સોલર પીવી (ફોટો વોલ્ટિક) મોડ્યુલ્સમાં થાય છે.

Related posts

દિવાળીમાં સ્માર્ટફોનની ખરીદી રેકોર્ડ ઊંચાઈએ

aapnugujarat

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

ભારત ઇકોનોમિક ગ્રોથમાં સતત બીજીવાર ચીનને મ્હાત આપશેઃ આઇએમએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1