Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર ખાતે એક અનોખા રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર જિલ્લામાં વસતા ‘ટ્રાન્સજેન્ડર’ (કિન્નર) વ્યક્તિઓ માટે સમાજમાં સંવેદનશીલતા વધે તે હેતુથી એક અનોખા રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોતીબાગ ખાતે આવેલાં આંબેડકર હોલ ખાતે ધી ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૨૦૧૯ નો પ્રસાર વધે તે માટે યોજાયેલાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર સમૂદાયના વ્યક્તિઓ રાસ ગરબાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ઉપસ્થિત રહીને સમાજ દ્વારા સમાજ દ્વારા ઉપેક્ષિત એવાં આ સમૂદાયના લોકોને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે નવરાત્રીના આ પાવન અવસરે આવો કાર્યક્રમ કરીને એક નવો ચીલો ચાતર્યો છે. આવા કાર્યક્રમથી આવાં વ્યક્તિઓ માટે સમાજમાં સહાનુભૂતિ વધશે.

તેમણે ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે સંવાદ કરી તેઓને પડતી મુશ્કેલીઓને જાણી હતી. આવાં વ્યક્તિઓને સરકારી યોજનાના લાભો અંગેની મદદ મળી રહે તે સમાજ સુરક્ષા અધિકારીને તેમણે સૂચના આપી હતી.

જાણીતા એડવોકેટ નલીનીબેન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ટ્રાન્સજેન્ડર સમૂદાયનો ઉત્સાહ વધાર્યો હતો.

સમાજ કલ્યાણ વિભાગના વૈશાલીબેન જોષી સહિતના અધિકારીઓએ વિશેષ રસ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

ગુજરાત કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર, અંતિમ નિર્ણય ૧૨મીએ

aapnugujarat

વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વિરમગામના પ્રા.આ.કેન્દ્ર મણીપુરા ખાતે પ્રદર્શન યોજાયું

aapnugujarat

વિજ્ઞાનમેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ પ્રદર્શિત કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1