Aapnu Gujarat
ગુજરાત

જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર

સુરેશ ત્રિવેદી, ભાવનગર

નવરાત્રી એટલે માં જગદંબાની આરાધના કરવાનો અવસર, કાલાવાલા કરવાનો તહેવાર. ભારત દેશમાં નારીને શક્તિ તરીકે પૂજવામાં આવતી હોય, નારીશક્તિનું પૂજન- અર્ચન કરવામાં આવતું હોય ત્યાં તેનું મહિમામંડન ન થાય તો જ નવાઇ….. 

ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા પણ એક આવી જ સંસ્થા છે. જે સમાજના વિવિધ ક્ષેત્રમાં સામાજિક પ્રદાન દ્વારા સમાજોત્થાનનું કાર્ય કરી રહી છે. 

અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જગદંબા સ્વરૂપા દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપીને આ પરિવારે ‘બેટી વધાવો – બેટી પઢાવો – બેટી બચાવો’ ને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. 

નગદુર્ગા સમાન દિકરીઓને રાજી કરવાં માટે ભૂતિયા કન્યા શાળા ખાતે ૭૨ કન્યાઓને શણગાર આપીને રાજી કરાઇ હતી. તો ભાણગઢ પ્રાથમિક શાળાની ૩૭ બહેનોને શણગાર તથા સાબુની ભેટ અપાઇ હતી. 

  નવદુર્ગા સ્વરૂપ બાલિકા સાથે ભાણગઢનાં આચાર્યશ્રી રાજુભાઇ સોલંકી અને શિક્ષક સ્ટાફે પણ ગરબા રમી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બાલિકાના રંગે રંગાઈ જઇ શિક્ષકોએ ભાવવિભોર બની ચાચર ચોકને ગજવ્યો હતો.

આ શણગાર આપવાં માટે ભાવેશભાઇ પંડ્યા, ઈન્દિરાબેન પટેલ, કૃણાલભાઇ પટેલ, ડો.જયેશભાઇ વકાણી અને સ્વ.જશીબેન શાહ પરિવાર (યુ.એસ.એ.) વિશેષ સહયોગ આપ્યો હતો.

 ભૂતિયા શાળાનાં કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ પટેલ, ઈન્દિરાબેન પટેલ, કૃણાલભાઇ પટેલ તથા તમામ સ્ટાફ અને ભાણગઢ પ્રાથમિક શાળાનાં કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી રાજુભાઇ સોલંકી, કાળુભાઇ બારૈયા, તમામ શિક્ષક સ્ટાફ, રાહુલભાઈ સોલંકી, અનિલભાઈ પંડિત દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Related posts

નિવૃત્ત પ્રોફેસર્સને સેટ ઓફ કર્યા બાદ પેન્શન ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

ગુજરાતમાં કોલ્ડવેવની ચેતવણી : નલિયામાં ૬.૮

aapnugujarat

જનઔષધિ કેન્દ્ર ખોલવા મળી રહી છે અઢી લાખની સહાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1