Aapnu Gujarat
ગુજરાત

જનઔષધિ કેન્દ્ર ખોલવા મળી રહી છે અઢી લાખની સહાય

નવા વર્ષમાં ઔષધિના ક્ષેત્રમાં ઉદ્યમી બનવાની તક સરકાર આપી રહી છે. આગામી ૩૧ માર્ચ સુધીમાં સરકાર જનઔષધિ કેન્દ્ર માટે ૪૭૮ કેન્દ્ર ખોલવાની છે અને આ કામ માટે સરકાર દ્વારા સહાયતા રકમ પણ આપવામાં આવે છે. જનઔષધિ કેન્દ્ર ખોલવાનું કામ બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઈન્ડિયાની દેખરેખમાં કરવામાં આવે છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માની એક ઉપરી શાખા છે.બીપીપીઆઈ દ્વારા કેન્દ્ર ખોલનારા ઉદ્યમીને ૨.૫ લાખ રુપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે જે વિક્રય આધારિત છે તેમજ પ્રતિમાહ અધિકતમ ૧૦,૦૦૦ રુપિયા સુધી સીમિત છે.
ઉપરાંત વ્યાપાર માર્જિન ૨૦ ટકા છે જેથી આ એક આકર્ષક વ્યાપાર બની શકે.પરિયોજનાથી જોડાયેલા મુખ્ય કાર્યપાલક અધિકારીએ જણાવ્યું કે ૪ ડિસેમ્બર ૨૦૧૮ સુધી જનઔષધિ કેન્દ્રની સંખ્યા ૪૫૨૨ થઈ ચૂકી છે અને ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી ૫૦૦૦ કેન્દ્ર ખોલવાનું અને દેશના દરેક જિલ્લા સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે કે આવનારા ત્રણ મહિનામાં ૪૭૮ નવા કેન્દ્ર ખોલવામાં આવશે. બીપીપીઆઈ જન ઔષધિ કેન્દ્રના સુગમ સંચાલન માટે અત્યાધુનિક સોફ્ટવેર પણ પ્રદાન કરે છે.કોઈપણ વ્યક્તિ, એનજીઓ અથવા ફર્મ કે જેની પાસે ૧૨૦ વર્ગ ફૂટની દુકાન તેમ જ એક ફાર્માસિસ્ટ હોય તે જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ રીતે ઓનલાઈન છે. વર્ષ ૨૦૧૫માં જનઔષધિ કેન્દ્રોની સંખ્યા માત્ર ૯૯ હતી જે ૪ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૪૫૨૨ થઈ ગઈ.
પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના ટર્નઓવરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં આ ટર્ન ઓવર માત્ર ૧૨.૧૬ કરોડ રુપિયા હતું જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં એપ્રિલથી લઈને ૪ ડિસેમ્બર સુધી ૧૭૭.૭૬ કરોડના સ્તર સુધી પહોંચી ગયું હતું.જનઔષધિ દવાઓ, બજારના ત્રણ શીર્ષ દવા બ્રાંડના સરેરાશ મુલ્યથી ન્યૂનતમ ૫૦ ટકા સુધી સસ્તી રહે છે. કેટલીક દવાઓમાં આ અંતર ૯૦ ટકા છે. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં આ યોજના અંતર્ગત આશરે ૧૪૦.૮૪ કરોડ રુપિયાની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું.

Related posts

અમદાવાદમાં સ્વાઈનફલૂનાં વધુ ૨૯ કેસ : બે દર્દીનાં મોત

aapnugujarat

નવરાત્રિમાં ભક્તોજનો માતાના મઢના દર્શન કરી શકશે

editor

ચૈત્રી પૂનમ ના પર્વને લઇ પાટણ-બહુચરાજીના માર્ગો પદયાત્રિકોથી ધમધમી ઉઠ્યા, માતાજીની માંડવીઓ અને રથ સાથે સંઘોએ પ્રસ્થાન કર્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1