Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાન શરુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી મુજબ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૧ લી ઓકટોબર-૨૦૨૧ થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ એક નંબર જાહેર કરી રાજ્યના નાગરિકોને તેમના વિસ્તારમાં ક્યાંય પણ માર્ગ મરામતની જરૂર હોય તો તેની જરૂરી માહિતી ઉપરોક્ત નંબર પર મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. જે વિગતોને ધ્યાને લઈ આ મહાઅભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત કરવામાં આવશે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મરામત માટે આવેલી વિગતો ધ્યાને લઈ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા આજ તારીખ ૧ લી ઓક્ટોબર-૨૦૨૧ ના રોજથી મરામત કામ શરૂ કરવામાં આવેલ છે. આજ રોજ સાંજના ૫ વાગ્યા સુધી જિલ્લામાં ૫ સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લીંબડી પેટા વિભાગ હેઠળ થાનગઢ બાયપાસ રોડ ઉપર ૧૦૦૦ મીટરની મેટલપેચની કામગીરી, ધ્રાંગધ્રા પેટા વિભાગ હેઠળ અમદાવાદ-ધ્રાંગધ્રા-હળવદ-માળીયા રોડ ઉપર ૬૦૦ મીટરની મેટલપેચની કામગીરી, દૂધરેજ-માલવણ-પાટડી-બહુચરાજી રોડ ઉપર ૧૦૦ મીટરની મેટલપેચની કામગીરી, મુળી-સરા રોડ ઉપર ૬૦૦ મીટરની મેટલપેચની કામગીરી તેમજ વઢવાણ-ખોલડીયાદ-ફૂલગ્રામ રોડ ઉપર ૧૨૦૦ મીટરની મેટલપેચની કામગીરીને મળીને આજરોજ જિલ્લામાં કુલ ૩૫૦૦ મીટરની મેટલપેચની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

अंजार-मुंद्रा हाइवे पर हिट एंड रन में ३ युवक की मौत

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

aapnugujarat

ચૂંટણી ટાણે રાજપૂતોની પડખે ભાજપ, ‘પદ્માવતી’ની રિલીઝ અટકાવવા મેદાને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1