Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ચુડા તાલુકાના ગામડાઓમાં વિવિધ જગ્યાએ યોન અપરાધો થી બાળકોની સુરક્ષા અધિનિયમ ૨૦૧૨ (પોસ્કો એક્ટ) અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે સરકાર શ્રી દ્વારા વિવિધ કાયદાઓ થી લોકોને સલામતી તેમજ રક્ષણ મળી રહે તે હેતુ માટે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ગ્રામ્યકક્ષાએ લોકોને જાગૃત કરી બાળકોની સાથેના યોન અપરાધો અંગે કયો કાનૂન ભારતમાં છે અને તેમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે તે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી
તદુપરાંત જાતીય શોષણ શોષણ વિષે ફરિયાદ કે માહિતી મળે તો તે માટે ચાઈલ્ડ હેલ્પલાઈન-1098, સ્થાનિક પોલીસ-100 અને નાલ્સા હેલ્પલાઇન નંબર 15100 વગેરે વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી

સોસાયટીમાં જુદી જુદી જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા તેમજ બાળકોના રમવા માટેના કોમન જગ્યાએ વાલીઓ તથા વૃધ્ધો બેસી શકે તેવી વ્યવસ્થા કરવી જેથી બાળકો ઉપર નજર રહી શકે અને સુરક્ષિત રાખી શકાય એવા સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ચુડા કોર્ટના જૂની રજિસ્ટાર, એડવોકેટ વિનોદભાઈ ચાવડા, એડવોકેટ રઘુવીરસિંહ જાદવ વગેરે હાજરી આપી હતી..

Related posts

જશાપર ખાતે પેટાકેનાલમાં લીકેજ થતા ખેડુતોના પાકને નુકશાન

editor

પુસ્તક પરબનો શુભારંભ કરીને વિરમગામના મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

મોરવા હડફમાં ભગવો લહેરાયો

editor

Leave a Comment

UA-96247877-1