Aapnu Gujarat
ગુજરાત

જામકંડોરણામાં વીજળી પડતા યુવાનનું મોત

કૌશલ સોલંકી, રાજકોટ

વરસાદની કાગડોળે રાહ જોતા .. હવે જે રીતે વરસાદ મહેરબાન થયો છે. ઠેર-ઠેર તબાહીના દર્શ્યો સર્જાયા છે.ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદે તારાજી સર્જી છે.જામકંડોરણામાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. મોજ ખીજડિયા, નાના માત્રાવાડ, મોટા માત્રાવાડ સહિતના ગામોમાં વરસાદે ભારે નુકસાન સર્જ્યું હતું. જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે ખેતરમાં પરપ્રાતિયા મજૂર ઉપર વીજળી પડતા ૪૫ વર્ષીય શખ્સનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.૧૦૮ દ્વારા પીએમ માટે જામકંડોરણા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Related posts

સુરતથી બિહાર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી

aapnugujarat

પાવાગઢ દર્શનાર્થે આવેલા માઈભક્તો પાર્કિંગના નામે લૂંટાયા

aapnugujarat

પૂર્વ કચ્છમાં ૪ ભૂકંપના આંચકા અનુભવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1