Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ સાબરકાંઠાના પુરગ્રસ્તોની વ્હારે

ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પુરથી અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાની આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો અને વેપારી મંડળના આગેવાનોએ મુલાકાત લઇ રાહત-સામગ્રી પેટે પુરગ્રસ્તોને તાડપત્રી, ધાબળા (ચોરસા) અને ટેન્ટની સાધન સહાય પહોંચાડવાની ખેવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગની બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણામાં ઉક્ત સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ મહત્તમ સહાયરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.વી. પઠાણ, મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટરશ્રી બી.બી. મોડીયાની ઉપસ્થિતિમાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ સહિત રાજપીપલા શહેર ઉપરાંત નાંદોદ, દેડીયાપાડા અને સાગબારા તાલુકાના જુદા જુદા વેપારી મંડળના હોદ્દેદારશ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાની ઉક્ત મુલાકાતમાં ચર્ચા-વિચારણા કરતાં સાબરકાંઠા જિલ્લાના પુરગ્રસ્ત પરિવારોને ઉક્ત રાહત-સામગ્રી જરૂરિયાતની બાબત લક્ષમાં જરૂરિયાત મુજબની સાધન-સામગ્રી થકી આ માનવ સેવાના યજ્ઞમાં જિલ્લામાં તેમને સૌ કોઇનો સહયોગ મળી રહેશે તેવો આશાવાદ આ હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો.

નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, રોટરી ક્લબ ઓફ રાજપીપલાના શ્રી કેયુર ગાંધી, નાંદોદ તાલુકા વેપારી મંડળ અને રાજપીપલા વિવિધ વેપારી મંડળના પ્રમુખશ્રી હરનીશભાઇ શાહ, નાંદોદ તાલુકા સોની મંડળના પ્રમુખશ્રી જગદીશભાઇ પંચાલ, દેડીયાપાડા તાલુકા વેપારી મંડળના પ્રમુખશ્રી મહેબુબભાઇ, સાગબારા તાલુકા વેપારી મંડળના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ પવાર, કેવડીયા કોલોની જે.પી. કંપીનીના શ્રી રાજેશ્વર સિંહ, રોટ્રેક્ટ ક્બલ ઓફ રાજપીપલાના શ્રી તુષાલભાઇ પટેલ, જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપલાના શ્રી તેજશ ગાંધી, એલ એન્ડ ટી કંપનીના શ્રી મુકેશ રાવલ, ઇજારદારશ્રી સંદિપભાઇ પટેલ, શ્રી દિપુભાઇ પરમાર વગેરે જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાતમાં જોડાયા હતા અને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

Related posts

બે મહિલા સાથે મારઝૂડના આરોપ હેઠળ સિડનીમાં સ્વામી આનંદગિરીની ધરપકડ

aapnugujarat

ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

editor

હાંડોડ નજીક મહીસાગર નદીના પટમાં નાહવા પડેલા ચાર યુવાનો તણાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1