Aapnu Gujarat
ગુજરાત

હાંડોડ નજીક મહીસાગર નદીના પટમાં નાહવા પડેલા ચાર યુવાનો તણાયા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હાંડોડ નજીક નદીના પટમાં આજે સવારે ૯-૩૦ કલાકે ચાર યુવાનો નાહવા પડ્યા હતા. અને પાણીના પટમાં ઘરકાવ થવા  માંડ્યા હતા. પુલ  પરથી પસાર થતા એક ઇસમે આ ડુબતા યુવાનોની જાણકારી જિલ્લા ડીજાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ લુણાવાડાને જાણ કરી  હતી અને તાત્કાલીક બચાવ અર્થેનગર પાલીકાની ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે પહોંચી મહીસાગર નદીના ઉંડા વહેણમાં તણાતા અને બચાવો બચાવોના આક્રંદ કરતા બે વ્યક્તિઓને ફાયર ફાયટરોએ નદીમાંથી ઉચકીને બહાર કાઢ્યા હતા તેમને નદીનુ પાણી પીજવાથી ફાયર  ફાયટરો દ્વારા પ્રાથમીક સારવાર  અપાઇ હતી.  જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોચતા આ સમયે તાત્કાલીક ૧૦૮ એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજા ગ્રસ્ત થયેલને તાત્કાલીક સારવાર માટે લુણાવાડા ખાતેની કોટેજ હોસ્પીટલ ખાતે ખસેડાયા  હતા. જ્યારે લાંબી સોધખોળ બાદ એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો જેની તેના પરીવારોને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જાણ કરી પીએમ માટે ખસેડાયો હતો.

આ બનાવની જાણ થતા જ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. એમ.ડી.મોડીયા, મામલતદાર લુણાવાડાશ્રી સહિત પોલીસ વિભાગનો સ્ટાફ પણ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

આ સ્થળે વાહન વ્યવહાર ઠબ થઇ ગયો હતો. અને આજુબાજુના ગામોના લોકો પણ આ અકસ્માત સ્થળે પહોચી ગયા હતા. સૌના મનમાં દુઃખની લાગણી હતી. જ્યારે જિલ્લા ડીજાસ્ટર મેનેજમેન્ટનાશ્રી જીગરભાઇ મકવાણા દ્વારા જાણ કરાઇ કે જ્યારે આવી દુર્ઘટના બને તે સમયે કેવા કેવા સાવચેતીના પગલા લેવામાં આવે છે. તેના માટે આ જિલ્લા કક્ષાનું એન.ડી.એમ.એ .ની ગાઇડલાઇન મુજબનું મોક એક્સરસાઇઝ પાણીમાં ડુબતા વ્યક્તિઓને બચાવવા પર ની યોજવા જણાવેલ હતી. આમ લોકોને જાણ થતા કુતુહલ સાથે હાશકારો અનુભવ્યો હતો.

Related posts

ગાંધીનગરના શિક્ષકને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવૉર્ડ એનાયત

editor

જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જાેડાઈને પણ કોંગ્રેસી ન બની શક્યા

editor

દરેક વિધાનસભા બેઠક દીઠ પાંચ સખી મતદાન ઉભા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1