Aapnu Gujarat
મનોરંજન

સુનિધિ ચૌહાણ પાસે છે કરોડોની સંપત્તિ

બોલીવુડની મશહુર સિંગર સુનિધિ ચૌહાણ (જીેહૈઙ્ઘરૈ ઝ્રરટ્ઠેરટ્ઠહ) છેલ્લા ૨૦ વર્ષથી બોલીવુડમાં પોતાના સુરનો જાદુ ચલાવી રહી છે. સુનિધિએ બાળપણથી જ ગાવાનું શરૂ કર્યું. બહુ ઓછા લોકોને આ જાણ હશે કે સિંગરે માત્ર ૧૨ વર્ષની ઉંમરે ફિલ્મ ‘શાસ્ત્ર’થી બોલિવૂડમાં સિંગર કરિયરનું ડેબ્યુ કર્યુ હતુ.તમને જણાવી દઈએ કે, સુનિધિ ચૌહાણ ૧૧ વર્ષની ઉંમરે તેના પિતા સાથે મુંબઈ આવી હતી, તેના પિતાને વિશ્વાસ હતો કે તે એક દિવસ જરૂરથી બોલિવૂડમાં મોટું સ્થાન હાંસલ કરશે. મુંબઈ આવ્યા બાદ સુનિધિએ રિયાલિટી શો “મેરી આવાઝ સુનો” ની વિનર બની હતી અને દમદાર અંદાજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે આજે આપણે તેની નેટવર્થ વિશે જાણીશું.સુનિધિ ચાર વર્ષની ઉંમરથી જ પરફોર્મ કરી રહી છે. તેણે પોતાની મહેનતના આધારે બોલિવુડના સિંગરોમાં મહત્વનું સ્થાન હાંસલ કર્યુ છે, અને આજે તે બોલિવૂડના સૌથી મોંઘા સિંગરમાંની એક છે. આ સિવાય સુનિધિ વિશ્વભરમાં તેના ઘણા સ્ટેજ શો કરે છે, જેમાં લાખો દર્શકોઆ સ્ટેજ શોમાં તેમને સાંભળવા માટે આવતા હોય છે. જેના કારણે સુનિધિએ મુંબઈમાં સારી પ્રોપર્ટી બનાવી છે.મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સિંગરની નેટવર્થ આશરે ૭૬.૬૭ કરોડ છે અને સુનિધિ બોલિવૂડ ફિલ્મમાં એક ગીત માટે ૧૦ લાખ રૂપિયા લે છે. ઉપરાંત સિંગર ઘણા મોટા શોમાં પણ જજ તરીકે પણ જાેવા મળી છે, જેમાં “સા રે ગા મા” અને “ઇન્ડિયન આઇડલ” નો સમાવેશ થાય છે. સુનિધિએ ઘણા મોટા એવોર્ડ શોમાં પણ શાનદાર કામ કર્યું છે.બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડની મશહુર અભિનેત્રી તબસ્સુમનો સુનિધિની કારકિર્દીમાં મહત્વનો રોલ છે. સુનિધિ જ્યારે તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેતી હતી. ત્યારે એક દિવસ તબસ્સૂમે તેને એક ગીત ગાતા સાંભળી હતી અને બાદમાં સુનિધિના પિતાને ફોન કરીને તેને મુંબઈ મોકલવા કહ્યું હતુ. જાે કે તબસ્સુમની વાત સાંભળીને સિંગરના પિતા તરત જ સુનિધિને મુંબઈ લઈ આવ્યા હતા.આ બાદ સુનિધિએ સિંગિંગ રિયાલિટી શો ‘મેરી આવાઝ સુનો’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, સુનિધિએ હિન્દી ઉપરાંત મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઉર્દૂમાં પણ ગીતો ગાયા છે. આજે સુનિધિને બોલિવૂડના દરેક દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા ઓળખે છે.સિંગરની દમાદાર ગાયકિથી લાખો દર્શકો તેને પસંદ કરી રહ્યા છે

Related posts

હવે પ્રભાસ સાથે પુજા હેગડે નજરે પડશે : રિપોર્ટ

aapnugujarat

एक वक्त पर लगने लगा था करियर खत्म हो गया : करीना

aapnugujarat

कृति सैनन की बहन नुपूर के साथ दिखाई देंगे अक्षय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1