Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોલીસ અધિકારીઓ સરકાર બદલાતા તેમની સામે પગલાં લેવાય છે : સુપ્રીમ

રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) અને આર્થિક ગૂના શાખા (ઈઓડબલ્યુ)એ તેમના પરીસર પર દરોડા પાડીને આ કેસ કર્યો હતો. પાછળથી સરકાર સામે કાવતરૂં ઘડવા અને દુશ્મનોને પ્રોત્સાહન આપવામાં કિથત સંડોવણીના ધોરણે તેમની સામે રાજદ્રોહનો અન્ય એક કેસ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણના અધ્યક્ષપદે બેન્ચે આ કેસની સુનાવણી પછી દેશમાં રાજદ્રોહનો કેસ દાખલ થવાના ટ્રેન્ડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આઈપીએસ અધિકારી ગુરજિન્દરપાલ સિંહ વતી વરિષ્ઠ વકીલ એફ. એસ. નરિમાને જણાવ્યું હતું કે, આઈપીએસ અધિકારીએ અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) તરીકે સેવા આપી છે અને રાજ્યની પોલીસ એકેડમીના ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. તેમની સામે રાજ્ય સરકારે રાજદ્રોહની કલમ હેઠળ કેસ કર્યો છે. ન્યાયાધીશ સુર્યકાંતને પણ સમાવતી બેન્ચે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારને ચાર સપ્તાહ સુધી સિંહની ધરપકડ નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. બેન્ચે જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે ખૂબ જ ખેદજનક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેના માટે પોલીસ વિભાગ પણ જવાબદાર છે. પોલીસ અધિકારીઓ રાજ્યમાં જે પક્ષનું શાસન હોય તેની તરફેણ કરવા લાગે છે. પછી સરકાર બદલાતા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાય છે. આ અટકવું જાેઈએ.દેશમાં સરકાર બદલાતા રાજદ્રોહનો કેસ કરવાનો ટ્રેન્ડ અસુવિધાજનક છે તેમ જણાવતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સસ્પેન્ડ કરાયેલા છત્તિસગઢ પોલીસ એકેડમીના ડિરેક્ટરને ધરપકડમાંથી રક્ષણ આપ્યું હતું. છત્તિસગઢ સરકારે તેમની સામે રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિના બે ફોજદારી કેસ કર્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું કે દેશમાં વર્તમાન રાજકીય સિૃથતિ ખેદજનક છે. ભાજપના શાસનમાં રાયપુર, દુર્ગ અને બિલાસપુરના આઈજી તરીકે સેવા આપનારા ૧૯૯૪ની બેચના આઈપીએસ અધિકારી ગુરજિન્દરપાલ સિંહ સામે પહેલાં અપ્રમાણસર સંપત્તિનો કે સ નોંધાયો હતો.

Related posts

कट मनी का 75 फीसद हिस्सा लेने वालों को लौटाने होंगे रुपये : भारती घोष

aapnugujarat

करतारपुर कॉरीडोर में अहम रोल अदा करने वाले सिद्धू को ‘क्रैडिट वार’ से किसने किया बाहर

aapnugujarat

“In 6-7 months, we will have capacity to vaccinate about 30 crore people” : Union Min. Harsh Vardhan

editor

Leave a Comment

UA-96247877-1