Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૫ હજાર લોકોએ વેક્સિન લીધી

વડોદરામાં પાણીજન્ય ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોના વાવર બાદ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી મચ્છરજન્ય રોગના કેસો સતત આવી રહ્યાં છે. વિવિધ વિસ્તારોમાં હજી સુધી ચિકનગુનિયાના ૨૬૬ સત્તાવાર કેસ આવી ચૂક્યા છે. ગુરુવારે શહેરમાં ડેન્ગ્યૂના ૨૮ અને ચિકનગુનિયાના ૧૫ નવા કેસ નોંધાયા હતા. તેમજ વાયરલ અને ટાઇફોઇડના ૩-૩ કેસ મળ્યા હતા. આ વર્ષે ૪૪૫ લોકોને ડેન્ગ્યૂ થયો છે. જ્યારે ગત વર્ષે આખા વર્ષ દરમિયાન માત્ર ૨૩૧ કેસ જ આવ્યાં હતા. મેલેરિયાના ૫૧ કેસ આવી ચૂક્યાં છે. વડોદરામાં દર વર્ષે ચિકનગુનિયા-ડેન્ગ્યૂ પૈકી કોઇ એક રોગના કેસ વધુ નોંધાતા હોય છે. ગત વર્ષે ચિકનગુનિયાના કેસો વધારે હતા આ વર્ષે ડેન્ગ્યૂના કેસ વધુ છે. જાેકે આ નિયમ નથી. જ્યારે આ વર્ષે ફાલ્સીફેરમના પણ ૪ કેસ પણ નોંધાયા છે. જાેકે આરવી દેસાઇ રોડ પરની વિવિધ હોસ્પિટલોમાં મચ્છરો જ નહીં પાણીને લીધે થતાં રોગોના પણ કેસો આવી રહ્યાં છે. વરસાદી કાંસ, ડ્રેનેજ લાઇનો અને પાણી પુરવઠા વિભાગ સાથે જાે યોગ્ય સંકલન કરવામાં આવે તે જરૂરી છે તેવું આ વિસ્તારના લોકોનું માનવું છે. આ મુદ્દે પાલિકામાં સૂચન પણ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૭૧,૯૬૧ ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૩૨૧ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.વડોદરા શહેરમાં ગુરૂવારે કોરોનાનો એક જ નવો દર્દી અકોટા વિસ્તારમાં નોંધાયો હતો. બીજી તરફ ગત ૨૪ કલાકમાં કોરોનાની સારવાર લેતા ૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૭૧,૯૬૧ દર્દી નોંધાયા છે. હાલમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓ ૧૭ નોંધાયા છે, જેમાં ઓક્સિજન પર ૧ દર્દી સારવાર લઇ રહ્યો છે, જ્યારે વેન્ટિલેટર પર હવે એક પણ દર્દી નથી. શહેરના એક ઉપરાંત વધુ એક દર્દી કરજણ ગામમાં નોંધાયો હતો. હાલમાં ૨૧ લોકો શહેર-જિલ્લામાં ક્વોરન્ટાઇન છે. બીજી તરફ શહેરમાં દિવસ દરમિયાન મ્યુકોરમાઇકોસિસના નવા ૨ દર્દી નોંધાયા હતા. જ્યારે ૧૮ સર્જરીઓ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ગુરુવારે અચાનક ઉછાળો જાેવા મળ્યો છે. ગુરૂવારે પહેલા રસીકરણમાં ૧૫ હજાર લોકોએ રસી મુકાવી છે, જાેકે, આરોગ્ય વિભાગ મુજબ બુધવારે બીજા ડોઝના રસીકરણમાં કોવિશીલ્ડ ન હોવાને કારણે રસીકરણ ઓછું થયું હતું, જેને પગલે ગુરુવારે રસી આવતા આંકડો વધ્યો હશે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રસીકરણના આંકડા મુજબ ગુરૂવારે ૧૮ વર્ષથી ઉપરના ૧૮૮૪ લોકોએ પ્રથમ અને ૯૩૪૮ લોકોએ બીજાે ડોઝ લીધો હતો જ્યારે ૪૫ વર્ષથી ઉપરના ૪૫૪ લોકોએ પ્રથમ ડોઝ અને ૧૯૩૫ લોકોએ બીજાે ડોઝ લીધો હતો. જ્યારે ૬૦ વર્ષથી ઉપરના ૨૩૪ લોકોએ પ્રથમ અને ૧૧૮૭ લોકોએ બીજાે ડોઝ લીધો હતો.

Related posts

Gujarat Govt caps rates of RT-PCR test by private labs at Rs 800 : Dy CM Nitin Patel

editor

૨૦૧૭ની માત્ર ત્રણ દિવસની વાઈબ્રન્ટ સમિટમાં પ્રજાના ૭૧ કરોડ ખર્ચાઈ ગયાં

aapnugujarat

ભાજપે બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1