Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું દેહરાદૂન પાણી પાણી

ઉત્તરાખંડના દેહરાદૂનમા ે આકાશમાંથી આફત વરસી છે. અહીં સતત ૭ કલાક સુધી વરસાદ થયો હોવાના કારણે સ્થાનિકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સંતલા દેવી વિસ્તારમાં બે વાર વાદળ ફાટવાના કારણે હાલત બેકાબૂ થઈ ગઈ હતી. જાેકે સારી વાત એ રહી કે, કોઈના જીવ નથી ગયા. હવામાન વિભાગે પહેલાં જ ૨૬ ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીની ચેતવણી આપી હતી. આ પહેલાં જ દેહરાદૂનમાં સતત ૭ કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. તેના કારણે રસ્તાઓતો પાણી પાણી થઈ જ ગયા હતા તે ઉપરાંત લોકોના ઘરમાં પાણીની સાથે સાથે માટી અને મોટા મોટા પથ્થરો પણ ઘૂસી ગયા હતા. હાલત એવી થઈ ગઈ હતી કે જે જગ્યાએ મોટી મોટી ગાડીઓ ચાલતી હતી તે રસ્તાઓ પાર કરવા માટે એસડીઆરએફને દોરડાનો સહારો લઈને લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. દેહરાદૂનના આઈટી પાર્ક જેવા પોશ વિસ્તારમાં પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. રસ્તાઓ પર એટલા પાણી ભરાઈ ગયા હતા કે વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ઘણી ગાડીઓ આ દરમિયાન રસ્તામાં ફસાઈ ગઈ હતી. રસ્તો ક્રોસ કરાવવા માટે પણ એસડીઆરએફ એ આવવું પડ્યું હતું. આઈટી પાર્કથી જ એસડીઆરએફ એ ૧૨થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. દેહરાદૂનના સંતલાદેવી મંદિર પાસે ખબડવાલાની હાલત વધારે ખરાબ છે. અહીં બે વાર વાદળ ફાટવાના કારણે ઘણાંના ઘરોમાં વરસાદના પાણીની સાથે સાથે પહાડ પરથી આવતો કાટમાળ પણ ઘૂસી ગયો છે. ઘણાં ઘરોમાં મોટા મોટા પથ્થરોની સાથે માટી પણ ઘૂસી ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે, ઘરના છાપરા પણ ઉડી ગયા અને મોટા મોટા પથ્થરો પતરાં ચીરીને ઘરમાં આવીને પડ્યા છે. જાેકે સારી વાત એ છે કે, કોઈના પણ જીવ ગયા નથી. જાેકે, લોકોના ઘર અને ઘરવખરી ચોક્કસ બરબાદ થઈ ગઈ છે. મંગળવારે રાતે વાદળ ફાટવાની માહિતી મળતાં અધિકારીઓની સાથે ખાબડવાલા વિસ્તાર પહોંચેલા કેબિનેટ મંત્રી ગણેશ જાેશીએ જણાવ્યું કે, આખા વિસ્તારમાં કાટમાળ અને કિચડ ફેલાઈ ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કાટમાળના કારણે તમને તેમના ગામ પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી થઈ હતી. તેમણે જણાવ્યું કે, લોકોના ઘરો અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. મોડી રાતે રિસ્પના અને બિંદાલ નદીઓમાં પૂર આવ્યા પછી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય રાજકુમારે જણાવ્યું કે, લોકોના ઘરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. નદીઓ આવેલા પૂરના કારણે ઘણાં લોકોના ઘર બરબાદ થયા છે. આ જાેખમને ધ્યાનમાં રાખીને પ્રભાવિત પરિવારોને સામુદાયિક ભવનમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે.

Related posts

Pakistan is a hub of terrorism, spreading lies on Kashmir : India to UN

aapnugujarat

સ્વિસ ડિપોઝિટના સંદર્ભમાં ડેટા ભારતને મળશે

aapnugujarat

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઇચ્છા નથી, અમારો સંકલ્પ : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1