Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંપોરમાં આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દીધી છે અને હવે સર્ચ ઑપરેશન ચાલુ છે.
પોલીસે જણાવ્યુ કે ઠાર મરાયેલા આતંકવાદી કોણ છે અને કયા આતંકી ગ્રૂપ સાથે જાેડાયેલા હતા. આની જાણકારી હજુ સામે આવી નથી. પોલીસ અધિકારીઓએ કહ્યુ કે અમે પંપોર વિસ્તારમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મફ્રી હતી.જે બાદ હવે અમારા જવાન વિસ્તારમાં સર્ચ ઑપરેશન કરવા ગયા તો આતંકવાદીઓએ તેમની પર ફાયરીંગ કર્યુ. જવાબી કાર્યવાહીમાં જ્યારે સેનાએ ફાયરીંગ કર્યુ તો એક આતંકવાદી ઠાર મરાયો. સેનાએ અથડામણના સ્થફ્રેથી હથિયાર અને ફાયરીંગ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરી છે.
કુલગામમાં કાલે આતંકવાદીઓએ પોતાની પાર્ટીના નેતા ગુલામ હસન લોનની ગોફ્રી મારીને હત્યા કરી દીધી છે. લોન ચાર મહિના પહેલા પીડીપીમાંથી રાજીનામુ આપીને પોતાની પાર્ટીમાં સામેલ થયા હતા. લગભગ ૧૫ દિવસની અંદર આ પ્રકારની ત્રીજી ઘટનાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.૧૭ ઓગસ્ટે જ કુલગામના બ્રજલૂ જાગીર વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપ નેતા જાવેદ અહમદ ડારની ગોફ્રી મારીને હત્યા કરી દીધી હતી. અગાઉ આતંકવાદીઓએ ૯ ઓગસ્ટે કુલગામના ભાજપની ખેડૂતો જિલ્લા એકમના અધ્યક્ષ ગુલામ રસૂલ ડારની હત્યા કરી દેવાઈ હતી.

Related posts

લેહ એરપોર્ટ પર ટર્મિનલનું મોદી દ્વારા શિલાન્યાસ

aapnugujarat

૧૨ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા શિવસેનાની અરજી

aapnugujarat

करतारपुर की राह में ‘कांटे’ ज्यादा दिन नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1